કુલભૂષણ વિરુદ્ધ અમારી પાસે પાક્કા પુરાવાઓ છે : પાકિસ્તાન સરકાર

0
13
ઈસ્લામાબાદ,તા.૨૩
પાકિસ્તાનમાં ઈમરાન ખાનનીએ નવી સરકાર એક તરફ ભારત સરકાર સાથે વાતચીતની પહેલ કરી રહી છે અને બીજી તરફ કુલભૂષણ જાધવ મુદ્દે શિંગડા ભરાવવાની તૈયારીઓ કરી રહી છે. ઈમરાન ખાન સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, ભારતીય નાગરિક કુલભૂષણ વિરૂદ્ધ તેમની પાસે પાક્કા પુરાવાઓ છે.
પાકિસ્તાનના નવા વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું છે કે, તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, ઈંટરનેશલ કોર્ટ ઓફ જસ્ટિસનો નિર્ણય તેમના પક્ષમાં જ આવશે. ૨૦૧૭માં પાકિસ્તાનની એક મિલિટરી કોર્ટ જાસૂસીના આરોપમાં જાધવને મોતની સજા સંભળાવી ચુકી છે.
આ નિર્ણયને ભારતે પડકાર્યો હતો.અંતિમ નિર્ણય ના આવે ત્યાં સુધી જાધવની ફાંસી પર રોક લગાવી દીધી છે.માં ભારત અને પાકિસ્તાન બંને વિસ્તારપૂર્વક પોત પોતાનો પક્ષ રજુ કરી ચુક્્યા છે. આ મામલે કુરેશીએ મુલ્તાનમાં એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે, અમારી પાસે કુલભૂષણ જાધવ વિરૂદ્ધ પુરતા પુરાવાઓ છે. આશા છે કે,માં પાકિસ્તાની જ જીત થશે.
બુધવારે જિયો ટીવીના સૂત્રોના હવાલેથી બહાર આવ્યું હતું કે, આગામી વર્ષે ફેબ્રુઆરીમાં જાધવ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. પાકિસ્તાનનો દાવો છે કે, તેમના સુરક્ષાબળોએ માર્ચ ૨૦૧૬માં જાધવને બલુચિસ્તાનમાંથી અટકાયતમાં લીધો હતો. પાકિસ્તાને એવો પણ આરોપ લગાવ્યો હતો કે, જાધવ ઈરાનના સસ્તે પાકિસ્તાનમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
પાકિસ્તાન પોતાની દલીલમાં જાધવને સામાન્ય માણસ નહીં પણ ભારત તરફથી જાસૂસી કરનાર અને તબાહી ફેલાવવાના ઈરાદા સાથે પાકિસ્તાનમાં ઘુસનાર વ્યક્તિ ગણાવે છે.
જ્યારે ભારત પોતાની લેખિત દલીલમાં પાકિસ્તાન પર જાધવને રાજનૈતિક પહોંચ પુરી ના પાડીને વિયેના સંધિનું ઉલ્લંઘન કરવાનો આરોપ પણ લગાવ્યો છે. ભારતે દલીલ કરી છે કે, આ સંધિમાં એવો પણ ઉલ્લેખ નથી કે જાસૂસીના આરોપમાં અટકાયતમાં લેવાયેલા કોઈ વ્યક્તિને આ પ્રકારની સુવિધા પુરી ના પાડી શકાય.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY