આતંકના આકા ‘પાકિસ્તાન’ને ફટકો : ટ્રમ્પે રોકી ૨૧૦૦ કરોડની સહાય

0
22

વાશિંગ્ટન,તા.૨
પાકિસ્તાનમાં બનેલી ઇમરાન ખાનની નવી સરકારને પહેલો તગડો ઝાકટો લાગ્યો છે. અમેરિકન મિલિટરીએ પાકિસ્તાનને આપેલ ૩૦ કરોડ ડોલર (૨૧૩૦ કરોડ રૂપિયાથી વધુ)ની મદદ રદ્દ કરી દીધી છે. આપને જણાવી દઇએ કે આતંકીઓની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેતા ઇસ્લામાબાદને અત્યાર સુધી આ મદદ રોકી રાખવામાં આવી હતી. અમેરિકાની સાથે પાકિસ્તાનના સંબંધ પહેલેથી જ તણાવપૂર્ણ ચાલી રહ્યાં છે, હવે આ નિર્ણય બાદ દ્વિપક્ષીય સંબંધ વધુ નબળા થઇ શકે છે.
કોલિશન સપોર્ટ ફંડ્‌સના નામથી અપાતી મદદ એ મોટી રકમનો હિસ્સો હતો જેના પર આ વર્ષની શરૂઆતમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિબંધ મૂકી દીધો હતો. એ સમયે તેમણે પાકિસ્તાન પર આરોપ મૂકતા કહ્યું હતું કે તેઓ મદદના બદલામાં જુઠ્ઠ અને છેતરપિંડી કરતાં આવ્યા છે.
ટ્રમ્પ મેનેજમેન્ટનું સ્પષ્ટપણે કહેવું છે કે ઇસ્લામાબાદ આતંકીઓને સુરક્ષિત આશરો આપી રહ્યું છે. જા કે અમેરિકા પાકિસ્તાનના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ૧૭ વર્ષથી લડાઇ લડી રહ્યું છે. પાકિસ્તાનમાં આતંકીઓને છુપાવાથી તેને જારદાર પડકારનો સામનો કરવો પડે છે. જા કે પાકિસ્તાન અમેરિકાના આ આરોપથી ઇન્કાર કરતું રહ્યું છે.
અમેરિકન અધિકારીઓએ કહ્યું હતું કે પાકિસ્તાન પોતાનું વલણ બદલી દે તો તે અમારો વિશ્વાસ જીતી શકે છે. અમેરિકન રક્ષા મંત્રી જિમ મૈટિસને એ નિર્ણય લેવાનો હતો કે તેમને લાગે છે કે આતંકીઓની વિરૂદ્ધ પાકિસ્તાને નક્કર પગલાં ઉઠાવ્યા છે તેને ૩૦૦ મિલિયન ડોલરનું ફ્‌ંડ આપવા માટે આદેશ આપી શકે છે. જા કે અમેરિકન અધિકારીઓએ કહ્યું કે મેટિસ પાકિસ્તાનની કાર્યવાહીથી સંતુષ્ટ થયા નથી.
પેંટાગનના પ્રવકતા લેફ્ટિનેંટ કર્નલ કોન ફાકનરે કહ્યું કે દક્ષિણ એશિયા સ્ટ્રેટજીના પક્ષમાં પાકિસ્તાન દ્વારા નક્ક કાર્યવાહી ન થતાં બચેલાં ૩૦ કરોડ ડોલરની મદદને રીપ્રોગ્રામ કરાઇ છે. ફાકનરે કહ્યું કે જા કાંગ્રેસની મંજૂરી મળે છે તો પેંટાગન આ રકમનો બીજી જરૂરી બાબતોમાં ખર્ચ કરશે. તેમણે કહ્યું કે પાકિસ્તાને મળનાર કુલ ૮૦ કરોડ ડોલરની મદદ રોકી હતી.
આ સમાચાર એવા સમયમાં આવ્યા છે જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો અને બીજા ટોપ સૈન્ય ઓફિસરોને આવનારા થોડાંક દિવસમાં ઇસ્લામાબાદ આવવાનું છે. આપે જણાવી દઇએ કે ભારત સતત કહેતું રહ્યું છે કે પાકિસ્તાન આતંકવાદનો જનક છે અને ત્યાં આતંકીઓને પૂરું સંરક્ષણ મળે છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY