ભારતના વિદેશી મૂડીભંડારમાં ૪૪.૫૪ કરોડ ડોલરનો વધારો

0
9

ન્યુ દિલ્હી,તા.૨
ભારતના વિદેશી મૂડીભંડારમાં વધારો થયો છે. ભારતનો વિદેશી મૂડીભંડાર ૩૧ ઓગસ્ટના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં ૪૪.૫૪ કરોડ ડોલર વધીને ૪૦૧.૨૯ અબજ ડોલર થઈ ગયો છે જે ૨૮,૦૯૭.૬ અબજ રુપિયા બરાબર છે. આરબીઆઈ દ્વારા જાહેર સાપ્તાહિક આંકડાઓ અનુસાર વિદેશી મૂડીભંડારનો સૌથી મોટો ભંડાર આ સપ્તાહમાં ૪૨.૧૧ કરોડ ડોલર વધીને ૩૭૬.૫૯ અબજ ડોલર થઈ ગયો જે ૨૬,૩૯૬ અબજ રુપિયા બરાબર છે.
બેંક અનુસાર વિદેશી મૂડી ભંડારને ડોલરમાં વ્યક્ત કરવામાં આવે છે અને આના પર ભંડારમાં ઉપસ્થિત પાઉન્ડ સહિતની આંતરરાષ્ટ્રીય મુદ્રાઓના મૂલ્યોમાં થનારા ઉતાર ચઢાવની સીધી અસર પડે છે. ગત સપ્તાહે પૂર્ણ થયેલા સમયમાં દેશનો સોનાનો ભંડાર ૨૦.૭૬ અબજ ડોલર રહ્યો કે જે ૧,૪૨૪.૬ અબજ રુપિયા બરાબર છે.
આ દરમિયાન દેશના એસડીઆરનું મુલ્ય ૩૦ લાખ ડોલર વધીને ૧.૪૭ અબજ ડોલર થઈ ગયું જે ૧૦૩.૨ અબજ રુપિયા બરાબર છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કે ૈંસ્હ્લ માં દેશના વર્તમાન ભંડારનું મૂલ્ય ૩.૭૮ કરોડ ડોલર વધીને ૨.૪૬ અબજ ડોલર નોંધાયું હતું કે જે ૧૭૩.૦ અબજ રુપિયા બરાબર છે.

 

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY