વાશિંગ્ટન,તા.૬
દેવાના ડુંગર હેઠળ દબાયેલુ પાકિસ્તાન અણુશસ્ત્રો બનાવવાની હોડમાંથી પાછુ હટવા માટે તૈયાર નથી.પાકિસ્તાન જે ઝડપથી પરમાણુ હથિયાર વિકસાવી રહ્યું છે તે જાતા એવી આગાહી કરવામાં આવી રહી છે કે આગામી ૧૦ વર્ષમાં પાકિસ્તાન ૩૫૦ પરમાણુ હથિયારો સાથે દુનિયાની ત્રીજા નંબરનો અણુ શક્તિ ધરાવતો દેશ બની જશે.
પરમાણુ શસ્ત્રોની જામેલી હોડ પર નજર રાખતી એજન્સી ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટીસ્ટે પોતાના રિપોર્ટમાં ઉપરોક્ત ઘટસ્ફોટ કર્યો છે.એજન્સીએ પોતાના રિપોર્ટમાં ક્યું છે કે ૨૦૨૫ સુધીમાં પાકિસ્તાન પાસેના અણુશસ્ત્રોનો આંકડો ૨૫૦ સુધી પહોંચી જશે.
આ રિપોર્ટ તૈયાર કરતી વખતે પાકિસ્તાનના મિલટરી અને એરફોર્સ બેઝની સેટેલાઈટથી લેવાયેલી તસવીરો થકી અભ્યાસ કરવામાં આવ્યો હતો.જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતુ કે અણુ શસ્ત્રોનો ભંડાર વધારવા માટે તૈયારીઓ ચાલી રહી છે.
આ રિપોર્ટે અમેરિકાના એ દાવાની પણ પોલ ખોલી નાંખી છે જેમાં કહેવામાં આવ્યુ હતુ કે ૨૦૨૦ સુધીમાં પાકિસ્તાન પાસે ૫૦ થી ૮૦ પરમાણુ શસ્ત્રો હશે
ભારત માટે ચોંકાવનારી વાત છે કે પાકિસ્તાન પરમાણુ હથિયારોથી સજ્જ ઓછા અંતરવાળી મિસાઈલ્સ ડેવલપ કરવા પર વધારે ધ્યાન આપી રહ્યું છે. જે એ વાતનો સંકેત છે કે ભારત સાથે પરમાણુ યુધ્ધ કરવા માટે પાકિસ્તાન તૈયારી કરી રહ્યું છે.
હાલની સ્થિતિ પ્રમાણે સૌથી વધારે અણુ શસ્ત્રો ધરાવતા દેશોમાં પહેલા રશિયા પછી અમેરિકા, બાદમાં ફ્રાંસ, ચીન અને યુકેનો ક્રમ આવે છે.એ પછી ઇઝરાએલ અને ઉત્તર કોરિયા છે. એ પછી પાકિસ્તાન અને ભારતનો ક્રમ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




