પાકિસ્તાને કરતારપુર સાહિબનાં દ્વાર ભારતીયો માટે ખુલ્લા મૂક્યા

0
7

ચંડીગઢ,તા.૭
ગયા મહિને પાકિસ્તાનના નવા વડા પ્રધાન તરીકે ઈમરાન ખાનના શપથવિધિ સમારોહમાં હાજર રહેવાનું ખાસ આમંત્રણ મળ્યા બાદ ભૂતપૂર્વ ક્રિકેટર અને પંજાબના પ્રધાન નવજાત સિંહ સિધુ એ સમારંભમાં પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ કમર જાવેદ બાજવાને ભેટ્યા હતા. સિધુના એ પગલાંની ભારતમાં ઘણી ટીકા થઈ છે. પણ હવે એ જ સિધુનું માન જાળવીને પાકિસ્તાન સરકારે શીખ લોકો માટે પવિત્ર એવા કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં દર્શન કરવા આવવાની ભારતના લોકોને પરવાનગી આપી દીધી છે.
પ્રત્યાઘાત આપતાં સિધુએ એમના મિત્ર ઈમરાન ખાનનો આભાર માન્યો છે. એમણે કહ્યું કે, કરતારપુર સાહિબ ગુરુદ્વારાનાં દ્વાર ખુલ્લા મૂકીને ઈમરાન ખાને ભારતના લાખો શીખ અને પંજાબી શ્રદ્ધાળુઓની ઈચ્છા પરિપૂર્ણ કરી છે.
ભારતીય શ્રદ્ધાળુઓને હવે વિઝા વિના કરતારપુર સાહિબમાં દર્શન કરવાની પરવાનગી મળશે.
કરતારપુર સાહિબ ગુરુદ્વારાનાં દ્વાર શીખ ધર્મગુરુ ગુરુનાનક દેવજીની નવેંબરના આરંભમાં આવતી ૫૫૦મી જન્મતિથિએ ખુલ્લા મૂકવામાં આવશે.
ગુરુદ્વારા દરબાર સાહિબ કરતારપુર પાકિસ્તાનના નરોવાલ જિલ્લાના કરતારપુર નગરમાં આવેલું ગુરુદ્વારા છે. આ સ્થળ લાહોરથી ૧૨૦ કિ.મી. દૂર આવેલું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY