ઈસ્લામાબાદ,તા.૭
પાકિસ્તાનમાં ઈમરાન ખાનના નેતૃત્વમાં નવી સરકાર આવ્યાં બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વધુ સારા થવાની આશા પર પાડોશી દેશના સેના પ્રમુખ કમર જાવેદ બાજવાએ ફરી એકવાર પાણી ફેરવી દીધું છે. પાકિસ્તાન સેના પ્રમુખે ફરીથી કાશ્મીર રાગ આલાપ્યો છે. તેમણે જણાવ્યું કે આઝાદીની લડાઈમાં અમે કાશ્મીરની સાથે છીએ. કાશ્મીરના ભાઈઓ-બહેનોની કુરબાનીને અમે સલામ કરીએ છીએ. અમે સરહદ પર વહેલા લોહીનો હિસાબ લઈશું.
ભારત સાથે ૧૯૬૫ના યુદ્ધની ૫૩મી વર્ષગાંઠના અવસરે શુક્રવારે પાકિસ્તાનમાં આયોજિત રક્ષા દિવસ કાર્યક્રમમાં પાકિસ્તાન સેના પ્રમુખે આ કડવા બોલ કહ્યાં હતા. તેમણે ફરીથી કાશ્મીર રાગ આલાપતા જણાવ્યું કે, ‘અમે કાશ્મીરના ભાઈઓ અને બહેનો દ્વારા તેમની આઝાદીની લડાઈમાં અપાયેલી કુરબાનીને સલામ કરીએ છીએ.’
તેમણે જણાવ્યું કે છેલ્લા બે દશકાથી યુદ્ધની પદ્ધતિઓ બદલવામાં આવી છે. પાકિસ્તાનને નબળુ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. પાકિસ્તાનની રક્ષામાં મુલ્કે અત્યાર સુધી ૭૬,૦૦૦ સૈનિકો ખોયા છે. તેમની કુરબાની બેકાર નહીં જાય. રાજધાની ઈસ્લામાબાદમાં આયોજિત આ કાર્યક્રમમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન, રાષ્ટÙપતિ મમનૂન હુસૈન પણ હાજર રહ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




