યુએનની માનવાધિકાર પરિષદમાં ચીન-પાકિસ્તાન સામે ભારતનું કડક વલણ

0
11

ન્યુ દિલ્હી,તા.૧૫
યુએનની માનવાધિકાર પરિષદની બેઠકમાં ભારતે ચીન અને પાકિસ્તાન બંનેને આડે હાથ લીધુ હતુ. પરિષદની ૩૯મી બેઠકમાં ભારતે પાકિસ્તાન અને ચીન બંને સામે કડક વલણ અપનાવ્યુ હતુ. ભારતે ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર એટલે કે સીપીઇસી સામે ફરી એક વાર સ્પષ્ટ વિરોધ વ્યકત કર્યો હતો.
આ સાથે સિંધ પ્રાંતમાં પાકિસ્તાન દ્વારા બનાવાઇ રહેલા ડેમ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. ભારતીય રાજદૂત વીરેન્દ્ર પાલે યુએનની બેઠકમાં કહ્યું કે સીપીઇસી પર ભારતના સ્ટેન્ડથી આંતરાષ્ટ્રીય બિરાદરી સુપેરે વાકેફ છે. માનવાધિકાર કાઉન્સિલમાં ભારત તરફથી ડેપ્યુટી પર્મેનન્ટ રિપ્રેઝન્ટેટિવ પોલે કહ્યું કે કોઇ પણ દેશ તેવા કોઇ પણ પ્રોજેક્ટને ચલાવી ન લે જે તેના દેશની સંપ્રભુતાને ભંગ કરતો હોય.
મહત્વનુ છે કે સીપીઇસી પાકિસ્તાને બથાવી પાડેલા કાશ્મીરમાં પસાર થઇ રહ્યું છે. ભારતનું કહેવું છે કે તેની સંપ્રભુતા તરફ આંખ આડા કાન કરાઇ રહ્યા છે. આ સાથે ગિલગિટ બાલ્ટીસ્તાનમાં બનાવાઇ રહેલા દિયામર બાશા ડેમ સામે પણ ભારતે વાંધો ઉઠાવ્યો છે. ભારતે કહ્યું છે કે આ ડેમના નિર્માણથી સિંધ પ્રાંતના લોકોના માનવાધિકારનો ભંગ થયો છે. ભારતે આ ડેમનો સિંધ, ખૈબર, પસ્તુનવા અને બલૂચિસ્તાનમાં થઇ રહેલા વિરોધની દલીલ પણ વ્યકત કરી હતી. ભારતે યુએનને પાકિસ્તાનના પર્યાવરણ વિરોધી આ પગલાને રોકવા અપીલ કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY