પાકિસ્તાને આતંકી પોસ્ટર બોય બુરહાન વાનીના નામે ટપાલ ટિકિટ બહાર પાડી

0
9

ઈસ્લામાબાદ,તા.૨૦
પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ભલે શાંતિ વાર્તા શરૂ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હોય, પરંતુ તેમના પોસ્ટ વિભાગે પોતાની હરકતથી ભારતને ઉશ્કેરવાનું કામ કર્યું છે. પાકિસ્તાનના પોસ્ટ વિભાગે ૨૦ પોસ્ટ ટિકિટ રજૂ કરી છે, જેમાં જમ્મુ-કાશ્મીરમાં ઠાર કરાયેલા આતંકીઓની તસવીરો છે. આ સિવાય બીજા કેટલાંય લોકો પણ છે, જેમણે કાશ્મીરમાં ‘ભારતીય સૈનિકો દ્વારા પીડિત’ ગણાવ્યા છે.
પાકિસ્તાનના પોસ્ટ વિભાગના એક સિનિયર અધિકારીએ કહ્યું કે આ પોસ્ટ ટિકિટોને કરાચીથી રજૂ કરવામાં આવે છે. કરાચીમાં પાકિસ્તાનના પોસ્ટ વિભાગનું હેડક્વાર્ટર છે.
અધિકારીએ કહ્યું કે પાકિસ્તાને કાશ્મીરીઓને જંગમાં તેમની સાથે તેઓ છે તે દેખાડવા માટે આમ કર્યું છે. તેના દ્વારા અમે કાશ્મીરના લોકોની સમસ્યાને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉઠાવાનો પણ પ્રયાસ કર્યો છે.
એટલું જ નહીં પાકિસ્તાને તમામ હદો પાર કરતાં આતંકીઓની તસવીરોને નીચે કેપ્શન લખી તેમને પીડિત અને શહીદ જાહેર કરવાનો પ્રયાસ કર્યો છે.
આ પોસ્ટ ટિકિટોમાં લખ્યું છે- કેમિકલ હથિયારોનો ઉપયોગ, પેલેટ ગનનો ઉપયોગ, સામૂહિક કબ્ર, અને બુરહાન વાની ફ્રીડમ આઇકાન (૧૯૯૪-૨૦૧૬). ઘાટીમાં આતંકીઓનો પોસ્ટર બોય બનેલા બુરહાન વાનીને સુરક્ષા બળોએ ૮ જુલાઇ, ૨૦૧૬ના રોજ અનંતનાગમાં એક અથડામણમાં ઠાર કરી દીધો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY