માનવીના જીવ સાથે ચેડા કરતા બે બોગસ તબીબોની ધરપકડ કરાઈ

0
26

વરલીમાં બન્ને ઉંટ વૈદ્યોએ હાટડી શરૂ કરી દીધી હતી
સુરત, તા.૧૪
સુરત જિલ્લા પલસાણા તાલુકાના વરેલીમાં મનુષ્યની જીંદગી સાથે ચેડા કરતા બોગસ બે ડોક્ટરની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ પિમ બંગાળના વતની અને વરેલીમાં ગંગામહેલ રૂમ નં.૨૦૨માં રહેતાં સંજીવ નાનાકિષ્ન કાલી યાદવ વિશ્વાસ ઉ.વ.૩૮ નામના શખ્સ ડોક્ટરની ડીગ્રી અને પ્રમાણપત્ર વગર વરેલીમાં પટેલનગર વેણાશમની બિલ્ડિંગ દુકાન નં.૩૧માં ક્લીનીક ખોલી પ્રમાણ પત્ર વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરી મનુષ્યની જીંદગી સાથે ચેડા કરી રહ્ના હતા. આથી પોલીસે તેમની પાસેથી સાધન સામગ્રી મળી ૩૩૬૮નો મુદ્દામાલ સાથે તેમની ધરપકડ કરી છે. જ્યારે મૂળ બિહારના વતની અને લીંબાયતમાં રહેતાં હીરકિશોર રાધાનંદન ગૌરીકાન્ત મિશ્રા ઉ.વ.૩૯ નામના શખ્સ ડોક્ટરની ડીગ્રી વગર વરેલીમાં પટેલનગર અમરતભાઈની બિલ્ડિંગ દુકાન નં.૧૫માં ગુજરાત મેડીકલ જનરલ પ્રેક્ટીસ કરવાના લાઈસન્સ પરવાના વગર દવાખાનું ચલવી મનુષ્યની જીંદગી સાથે ચેડા કરતા તેમની પાસેથી સાધન સામગ્રી મળી ૨૫૬૪નો મુદ્દામાલ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY