હિન્દીના સુપ્રસિદ્ધ કવિ વિષ્ણુ ખરેનું બ્રેન સ્ટ્રોકના કારણે નિધન

0
9

ન્યુ દિલ્હી,તા.૨૦
હિન્દીના સુપ્રસિદ્ધ કવિ, પત્રકાર અને હિન્દી અકાદમીના ઉપપ્રમુખ વિષ્ણુ ખરેનું નિધન થયું છે. તેમને ગત સપ્તાહે બ્રેન સ્ટ્રોક કારણે નવી દિલ્હીની જીબી પંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ગત બુધવારે બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. જા કે તેઓ મુંબઇના રહેવાસી છે, પરંતુ દિલ્હી હિન્દી અકાદમીના ઉપપ્રમુખ બન્યા બાદ તેઓ દિલ્હીમાં જ રહેતા હતા.
મધ્ય પ્રદેશના છિંદવાડામાં જન્મેલા વિષ્ણુ ખરે કવિ ઉપરાંત અનુવાદક, ફિલ્મ આલોચક, પટકથા લેખક અને પત્રકાર પણ રહી ચૂક્્યા છે. તેઓ મયુર વિહારના હિન્દુસ્તાન એપાર્ટમેન્ટમાં ભાડેના એક રૂમમાં એકલા રહેતા હતા. વિષ્ણુ ખરેના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ સાહિત્ય જગતના લોકો સોશિયલ મીડિયા પર તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.
તેમણે ઇન્દોરની ક્રિશ્ચિયન કોલેજથી અંગ્રેજી સાહિત્યમાં એમએ કર્યા બાદ હિન્દી પત્રકારત્વથી તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ થોડા સમય સુધી ‘દૈનિક ઇન્દોર’માં ઉપપ્રમુખ હતા અને બાદમાં તેમણે દિલ્હી, લખનઉ અને જયપુરમાં નવભારત ટાઇમ્સના સંપાદકનું પદ સંભાળ્યું હતું.
તેઓ હિન્દી સાહિત્યના પ્રતિનિધિ કવિતાઓના સૌથી અલગ અને તીવ્ર અવાજ હતા. તેમણે હિન્દી સાહિત્યના નાઇટ આૅફ ધ વ્હાઇટ રોઝ સન્માન, હિન્દી અકાદમી સાહિત્ય સન્માન, શિખર સન્માન, રઘુવીર સહાય સન્માન, મૈથિલીશરણ ગુપ્ત સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY