પાકિસ્તાન વારંવાર યુએનમાં ઉઠાવી રહ્યું છે કાશ્મીર મુદ્દો,કોઇ અસર થશે નહીઃ ભારત

0
5

ન્યૂયોર્ક,તા.૨૪
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય સત્ર આજથી શરૂ થઇ રહ્યું છે અને એવી આશા છે કે પાકિસ્તાન આ મંચનો ઉપયોગ કાશ્મીર મુદ્દો ઉઠાવવા માટે કરશે. તેના પર ભારતનું કહેવું છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એક વૈશ્વિક મંચ છે અને તેનો ઉપયોગ વૈશ્વિક મુદ્દાઓ ઉઠાવવા માટે છે, તેવામાં પાકિસ્તાન તરફથી સતત આ મંચથી કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો અવાજ આ મંચ પરથી સંભળાશે નહી.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈય્યદ અરબરુદ્દીને કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા વૈશ્વિક મુદ્દાને ઉઠાવવાનો વૈશ્વિક મંચ છે. જા કે, પોતાના હિતોને જાતાં પ્રત્યેક દેશ પોતાની પદ્ધતિથી આ મંચનો ઉપયોગ કરવા માટે સ્વતંત્ર છે.
અકબરુદ્દીને રવિવારે પત્રકારોને કહ્યું, જા કોઇ દેશ એક જ મુદ્દાને વારંવાર ઉઠાવવા માંગે છે તો આ તે તેના પર છે કે તે સતત આ પ્રકારની બાબતને વારંવાર ઉઠાવતા રહે. અમે આ સ્થિતીનો સામનો પૂર્વમાં પણ કર્યો છે અને અમને વિશ્વાસ છે કે, આવું અમે ફરીવાર પણ કરીશું.
અકબરુદ્દીન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ૭૩મી બેઠકમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દાને ફરીથી ઉઠાવવાની સંભાવનાઓ વિશે પુછવામાં આવેલા એક સવાલનો જવાબ આપી રહ્યાં હતા. તેમણે કહ્યું કે ભારત ભાગીદારીમાં કામ કરે છે અને ભારતના આ બાબતનો ગર્વ છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેની પ્રાથમિકતા સમુદાયમાં પ્રતિધ્વનિત થાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY