૧ મહિલા,૧ ટિ્વટ અને સા.અરબ-કેનેડાની સરકાર ઝઘડી પડી..!!

0
17

રિયાધ,તા.૯
ગયા સપ્તાહે સાઉદી અરબે કેનેડાના રાજદૂતને પાછા મોકલી દીધા હતા. તો ટોરેન્ટોએ પણ પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા હતા. સાઉદી અરબે ટોરેન્ટો માટે તમામ સીધા વિમાનોને રદ્દ કર્યા અને કેનેડાની સાથે નવા વેપાર અને રોકાણ પર પ્રતિબંધ મૂકી દીધા. સાઉદીએ કેનેડામાં અભ્યાસ કરતાં પોતાના વિદ્યાર્થીઓને અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બીજા દેશમાં મોકલવાનું શરૂ કરી દીધું છે. ત્યારે આ બધાની વચ્ચે ચર્ચા એ છે કે કેનેડાએ એવું તે શું કર્યું કે સાઉદી અરબ આટલું બધું ભડકયું? તેનો જવાબ છે ‘માત્રને માત્ર એક ટિ્વટ’
બંને દેશોની વચ્ચે આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એમનેસ્ટી ઇન્ટરનેશનલે એવી માહિતી આપી કે સાઉદી સરકારે કેટલીક મહિલા માનવાધિકાર કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. તેમાંથી એક સમર બાદવી છે. ખુદ એક જાણીતા કાર્યકર્તા હોવાની સાથો સાથ સમર બાદવી બ્લોગર રાએફ બાદવીના બહેન પણ છે. રાએફ ૨૦૧૨ની સાલથી જ સાઉદીના જેલમાં બંધ છે. રાએફ બાદવીના પત્ની અને તેમના ત્રણ બાળકો ૨૦૧૫ની સાલમાં ક્્યુબેક જતા રહ્યાં હતા અને બાદમાં કેનેડાના નાગરિક બની ગયા.
ગયા ગુરૂવારે કેનેડાના વિદેશ મંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે ટ્‌વીટ કરી કે સમર બાદવીની ધરપકડની માહિતી ખૂબ જ ચિંતાજનક છે. આ મુશ્કેલ સમયમાં કેનેડા બાદવીના પરિવારની સાથે છે અને અમે રાએફ બાદવી અને સમર બાદવી બંનેને છોડવાની માંગણી કરીએ છીએ.
તેના બીજા જ દિવસે કેનેડાના વિદેશ મંત્રીએ ફરી એક ટિ્વટ કરી અને સમર બાદવીની સાથે જ બીજા માનવાધિકાર કાર્યકર્તાઓને ‘તરત છોડવાની’ માંગણી કરી. આ ટ્‌વીટથી સાઉદી સરકાર ગુસ્સે ભરાઇ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર 
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY