ટ્રમ્પની પાકિસ્તાનને લપડાક : ૧.૬૬ અબજ ડોલરની સૈન્ય સહાય પર રોક લગાવી

0
6

વાશિંગ્ટન,તા.૨૧
અમેરિકાએ પાકિસ્તાનને આપવાની ૧.૬૬ બિલિયન અમેરિકન ડોલરની મદદ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આની પહેલાં સોમવારના રોજ પણ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકને અપાતી મદદ રોકવાની વાત કહી હતી. એક પ્રશ્નના જવાબમાં અમેરિકન રક્ષા મંત્રાલયના પ્રવકતા કર્નલલ રાબ મેનિંગે કહ્યું કે પાકિસ્તાનને અપાતી ૧.૬૬ બિલિયન અમેરિકન ડોલરની સુરક્ષા સહાયતા રોકી દેવામાં આવી છે.
ઓબામા મેનેજમેન્ટમાં અમેરિકન રક્ષા મંત્રાલયની તરફથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન, અને મધ્ય એશિયાનું કામ જાનાર ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી ડેવિડ સિડનીએ પાકિસ્તાનને મળતી મદદને રોકવાને અમેરિકાની હતાશા ગણાવી છે. સિડનીએ કહ્યુંકે જા કે પાકિસ્તાને આ સંબંધમાં હજુ સુધી કોઇ નક્કર પગલાં ઉઠાવ્યા નથી. પાકિસ્તાને પોતાના પાડોશી દેશોમાં આતંક ફેલાવનાર ગ્રૂપને રોકવાને લઇ કોઇ પગલાં ભર્યા નથી.
આની પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારના રોજ ફરી એકવખત પોતાની વાતને દોહરાવતા કહ્યું કે પાકિસ્તાને અમેરિકા પાસેથી અબજા ડોલર લીધા પરંતુ એ ના કહ્યું કે ઓસામા બિન લાદેન ત્યાં રહે છે. એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે પાકિસ્તાન પર આરોપ મૂકયો હતો કે તેણે સૈન્ય મદદના બદલામાં અમેરિકાને કંઇ આપ્યું નથી. ટ્રમ્પે સોમવારના રોજ ટ્‌વીટ કરી, ‘અમે પાકિસ્તાનને અબજા ડોલર આપી રહ્યા નથી કારણ કે તેમણે અમારા પાસેથી પૈસા લીધા અને અમારા માટે કંઇ કર્યું નહીં. બિન લાદેન તેનું મુખ્ય ઉદાહરણ છે. અફઘાનિસ્તાન પણ આવો જ એક દેશ છે. તે એ કેટલાંય દેશોમાંથી છે જેણે અમેરિકા પાસેથી લીધેલી મદદના બદલામાં કંઇ આપ્યું નહીં.
તેમણે કહ્યું, ‘ચોક્કસ પણે આપણે ઓસામાને ઘણા સમય પહેલાં પકડી લેવો જાઇતો હતો. મેં આ મુદ્દાને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર એટેકના થોડાંક સમય પહેલાં મારા પુસ્તકમાં ઉઠાવ્યો હતો. રાષ્ટ્રપતિ કિલન્ટન પોતાના નિશાનાથી ચૂકી ગયા. અમે પાકિસ્તાનને અબજા ડોલર આપ્યા અને તેમણે અમને કયારેય જણાવ્યું નહીં કે ઓસામા ત્યા રજ રહે છે. મુર્ખો!’
ઉલ્લેખનીય છેકે સૈન્ય મદદ બંધ કર્યા બાદથી અમેરિકા અને પાકિસ્તાનના સંબંધ વણસ્યા છે. ગયા વર્ષે આૅગસ્ટમાં અફઘાનિસ્તાન અને દક્ષિણ એશિયાને લઇ પોતાની નીતિની જાહેરાત કરતાં ટ્રમ્પે પાકિસ્તાનને આતંકીઓને સુરક્ષિત આશરો આપનાર ગણાવ્યું હતું. સપ્ટેમ્બરમાં ટ્રમ્પ મેનેજમેન્ટે ૩૦ કરોડ ડોલરની સૈન્ય મદદ પર એ કહેતા પ્રતિબંધ મૂકયો હતો કે પાકિસ્તાને આતંકી સંગઠનોની વિરૂદ્ધ કંઇ કર્યું નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY