પાકિસ્તાન ચીનની મદદથી રેલવે નેટવર્કને અપડેટ કરશે

0
7

આ પરિયોજનાનો પહેલો તબક્કો શરુ,કરાચીથી પેશાવર સુધી ૧૧૬૩ માઈલ રેલ્વેના પાટાને અપગ્રેડ કરાશે
ઈસ્લામાબાદ/બેઈજિંગ,તા.૨૪
પાકિસ્તાન ચીનની કરોડો રૂપિયાની લોનની મદદથી રેલવે નેટવર્કમાં સુધારો લાવી રહ્યા છે. જાકે હજુ ચીનની મદદથી રેલવે નેટવર્કને અપડેટ કરવાની મંજૂરી મળી નથી. પરંતુ પાકિસ્તાનના ગૃહપ્રધાન અહેસાન ઈકબાલે એક નિવેદનમાં કહ્યુ હતું કે આ પરિયોજનાનો પહેલો તબક્કો શરૂ થઈ ગયો છે. ચીને પાકિસ્તાનમાં કરાચીથી પેશાવર સુધી ૧,૧૬૩ માઈલ રેલવેના પાટાને અપગ્રેડ કરવાનું કામ કરશે. ચીને પાકિસ્તાનને ૮ અરબ ડોલરની મદદ કરી છે.
આ રેલવે લાઈન ચીનના રાષ્ટપતિ શી જિનપીંગના મહત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ પહલનો ભાગ છે. તે અંતર્ગત ચીન પાકિસ્તાનમાં ૬૦ અરબ ડોલરના ખર્ચે ઘણી પરિયોજના પૂરી કરશે. જાકે હજુ ચીનની મદદથી રેલવે નેટવર્કને અપડેટ કરવાની મંજૂરી મળી નથી. પરંતુ આ પરિયાજનાનો પહેલો તબક્કો શરૂ થઈ ગયો છે. પાકિસ્તાન રેલવેના સેક્રેટરી પરવીન આગાએ કÌšં કે પાછલા દશકમાં પાકિસ્તાનનું રેલ નેટવર્ક ભ્રષ્ટાચાર, અનિયમિત અને ગંદકીનો પર્યાય બની ગયો હતો. પરંતુ હવે પાકિસ્તાન રેલવેએ પાછલા પાંચ વર્ષમાં કમાણી બમણી કરીને ૪૦.૧ અરબ ડોલર કરી લીધી છે અને આવનારા પાંચ વર્ષમાં આવક ફરીથી બમણી કરવાનું લક્ષ્ય છે. તેમણે એમ પણ કહ્યુ કે પાકિસ્તાન પૂરા રેલવે સિસ્ટમનું અપગ્રેડેશન કરે તે સૌથી મોટી તક છે.
પાકિસ્તાને વધુ ભીડવાળા શહેરમાં ટ્રાફિક ઓછો કરવાના હેતુથી ૧.૬ અરબ ડોલરના ખર્ચે લાહોર મેટ્રો દોડાવવાની તૈયારીઓ કરી લીધી છે. આ વર્ષે ચૂંટણી પહેલા લાહોર મેટ્રો શરૂ થવાની સંભાવના છે. આ મેટ્રો લાઈન માટે ચીની બેંકોએ લોન આપી છે.
પાકિસ્તાનનું કહેવું છે કે તેણે કુલ ૩૦૦ લોકોમોટિવ એન્જીન, ૧૦૦૦ પેસેન્જર કોચ, ૫૦૦૦ માલગાડીના ડબ્બા અને ૩૧ સ્ટેશનોનું સમારકામ કર્યું છે. પાકિસ્તાને પાછલા વર્ષે ૪૧.૩ કરોડ ડોલરના ખર્ચે જનરલ ઈલેક્ટ્રિક કંપની પાસેથી ૭૫ હાઈ પાવર્ડ લોકોમોટિવ પણ ખરીદશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY