પંમચહાલ,તા.૧૫
પંચમહાલનાં શહેરાનાં વાડી ગામનાં આર્મી જવાનનું શ્રીનગરમાં મોત થયું છે. તેઓ શ્રીનગર ખાતે ટુ આર આર બટાલિયનમાં ફરજ બજાવતા હતા. તેઓ પ્રોટેક્શન પાર્ટી સાથે પ્રેટોલિંગમાં હતા તે દરમિયાન હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હતુ. રવિવારની મોડી રાત્રે જવાનનો નશ્વર દેહ અમદાવાદ વિમાન મથક ખાતે લાવવામાં આવ્યો હતો અને સોમવારની વહેલી સવારે માદરે વતન લાવવામા આવ્યો હતો.
પંચમહાલનાં શહેરા તાલુકાનાં વાડી ગામનાં રાજેશ ભાઈ મંગળ ભાઈ ભોઇ ૨૦ વર્ષથી આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતા. હાલ તેઓ શ્રીનગર ખાતે ટુ આર આર બટાલિયનમાં ફરજ પર હતા. તેઓ પ્રોટેક્શન પાર્ટી સાથે પ્રેટોલિંગમાં નીકળ્યા હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવતા તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયુ હતુ.
આ બનાવની જાણ જવાનનાં પરિવારજનોને માદરે વતન કરાઈ હતી પરિવારજનો પર શોકનું આભ ફાટી ગયું હતુ. સોમવારની વહેલી સવારે જવાનનો નશ્વર દેહ માદરે વતન લાવવામા આવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




