૬ લોકોએ ૨૦ સ્ટુડન્ટની સામે જ સ્કૂલ પ્રિન્સિપાલની ચપ્પા મારી હત્યા કરી

0
21

બેંગ્લુરુ,તા.૧૫
અહીં એક સ્કૂલ પ્રિન્સિપલની છ લોકોએ ક્લાસમાં ઘુસીને ૨૦ વિદ્યાર્થીઓની સામે જ ચપ્પુ મારીને હત્યા કરી દેવામાં આવી છે. તે સમયે તેઓ ૧૦માં ધોરણના ૨૦ વિદ્યાર્થીઓનો ક્લાસ લઈ રહ્યા હતા. હુમલો છ લોકોએ કર્યો છે. તે દરેક લોકો કારમાં આવ્યા હતા અને પ્રિન્સપાલની હત્યા કરીને ભાગી ગયા હતા.
પ્રિન્સિપાલ રંગનાથ અગ્રહારામાં આવેલી હવનૂર પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ હતાં. પોલીસના જણાવ્યા પ્રમાણે ગેંગના એક સભ્યની શહેરના મહાલક્ષ્મી લાયુત વિસ્તારમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે પોલીસે તેને ઘેરી લીધો ત્યારે તેણે પોલીસ પર હુમલો કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં તેના એક પગ પર ગોળી વાગી હતી. પોલીસને શંકા છે કે, સ્કૂલના જમીન સાથે જાડાયેલા વિવાદમાં પ્રિન્સિપાલની હત્યા કરવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY