પાંડેસરા રણછોડનગરમાં યુવકનું ચીકન ગુનિયાની બિમારીથી મોત

0
36

સુરત, તા. ૧૫
પાંડેસરા કૈલાસ ચોકડી પાસે આવેલ રણછોડનગરમાં રહેતા યુવકને ત્રણ દિવસ સુધી ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ આજે તબીયત બગડતા સિવિલમાં લઈ આવ્યા હતા. ફરજ પરના તબીબે ચીકન ગુનિયાથી યુવકનું મોત થયું હોવાનું જણાવ્યું હતું.
નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાંડેસરા કૈલાસનગર ચોકડી પાસે રણછોડનગરમાં પ્લોટ નં. ૧૨૭માં રહેતા શત્રુઘ્ïન સંતરામ મોર્યા ઉ.વ. ૩૫ બીમાર પડતા છેલ્લા ત્રણ દિવસથી નજીકની શ્રીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આજે સવારે શત્રુઘ્ïન મોર્યાની તબીયત બગડતા તેને સારવાર માટે બદ્રીપ્રસાદ નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના સીએમઅો દ્વારા શત્રુઘ્નની તપાસ કરતા તેનું ચીકન ગુનિયાની બીમારીથી મોત થયું હોવાનુ જણાવ્યું હતું. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલથી પાંડેસરા પોલીસને અકસ્માત મોતની જાણ કરવામાં આવી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY