રાહુલના આરોપ પર પારિકરનો વળતો હુમલો
અમિત શાહે પારિકરના પત્રને રિટ્વિટ કરતાં લખ્યું કે, પ્રિય રાહુલ ગાંધી, તમે બતાવી દીધું છે કે તમે કેટલા લાગણીશૂન્ય છો
પણજી,તા.૩૦
ગોવાનાં મુખ્યમંત્રી મનોહર પારિકરે બુધવારે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથેની મુલાકાત દરમિયાન રાફેલ ડીલ અંગે કોઈ વાતચીત કરાઈ ન હતી. પારિકરે વધુમાં કહ્યું કે, રાહુલે આ મુલાકાતનો ઉપયોગ તુચ્છ રાજકારણ માટે કર્યો છે. રાહુલ ગાંધીએ પણ આજે દાવો કર્યો હતો કે, પારિકર સાથે મુલાકાત દરમિયાન રાફેલ ડીલ અંગેની ચર્ચા કરી હતી.
પારિકરે રાહુલને પત્ર લખીને કહ્યું – ૨૯ જાન્યુઆરીએ તમને અચાનક મારા ખબર અંતર પૂછવા આવ્યા હતા. આ આપણા દેશનાં સંસ્કાર છે કે આપણા વિરોધીઓની પણ બિમાર પરિસ્થિતિમાં તેમનાં સારા સ્વાસ્થ્યની કામના કરાવામાં આવે છે ઉપરાંત તેમના હાલ ચાલ પુછવામાં આવે છે. આ જ ભાવનાને કારણે મેં આપની સાથે મુલાકાતને વધાવી અને તમારા દયાળુ સ્વભાવની પણ પ્રશંસા કરી હતી.
પારિકરે વધુમાં લખ્યું કે, તમે મારા કાર્યાલય ખાતે કરેલી મારી મુલાકાતનાં કારણે આવી રહેલા મિડીયા રિપોટ્ર્સે મને હેરાન કરી નાંખ્યો છે. મિડીયામાં આ તમામ રિપોટ્ર્સ તમારા દ્વારા આવી રહ્યા છે.
હું મારી જાતને હારેલી અનુભવું છું, કારણ કે તમે આ મુલાકાતનો ઉપયોગ તૃચ્છ રાજકીય ફાયદા માટે કર્યો છે. તમે મારી સાથે મીનીટની મુલાકાત કરી હતી. આ દરમિયાન ન તો તમે રાફેલ વિશે કંઈ પૂછ્યુ ન તો આપણે આ અંગે કોઈ ચર્ચા કરી હતી. રાફેલ મામલામાં આપણી મુલાકાત દરમિયાન કોઈ મુદ્દો ચર્ચાયો ન હતો.
મારી મુલાકાત આવવું અને તૃચ્છ રાજકારણનાં ફાયદા માટે ખોટા નિવેદન આપવુ મારા મનમાં આપના માટે સવાલો પેદા કરી રહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



