ટ્રક નીચે સ્કૂટર ઢસડાયું, ચાલકનો કોઇ પત્તો નહીં

0
16

વલસાડ,તા.૩૦
અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર વલસાડ નજીક ટેમ્પો ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી. આ ચકચારી ઘટનામાં હાઇવે પરથી પૂરપાટ ઝડપે પસાર થતા ટ્રકના નીચેના ભાગે એક સ્કૂટર ફસાય ગયુ હતું.
ટ્રકનો ચાલક ફસાયેલા સ્કૂટરને ઢસડી પૂર ઝડપે ટ્રક દોડાવી રહ્યો હતો. જાકે, ટ્રક નીચે સ્કૂટર ઢસડાય રહ્યું છે તેની જાણકારી ટ્રકચાલકને ખબર હતી કે, નહી તે અંગે કોઇ સચોટ જાણકારી પ્રાપ્ત નથી. જાકે, આ ઘટનામાં ટ્રક નીચે ઢસડાતા સ્કૂટરના દ્રશ્યો પાછળ આવતા વાહનચાલકોએ જાતા ટોલનાકા પરના કર્મચારીઓને આ અંગે જાણ કરવામાં આવી હતી. જેના પછી ટ્રકને રોકવામાં આવી હતી. ટ્રકને રોકવામાં આવતા જ ચાલક નીચે ઉતરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તપાસ કરવામાં આવતા ટ્રક નીચે સ્કૂટર ફસાયેલું હતું પરંતુ તેના ચાલકની કોઈ ભાળ મળી નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રકને ચાલકે કોઈ સ્કૂટર ચાલકને અડફેટે લીધો હતો. સ્કૂટરને અડફેટે લીધા બાદ ચાલકનું શુ થયુ તે અંગે કોઇ માહિતી મળી નથી. લોકો દ્વારા ટ્રકને અટકાવ્યા બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY