ગોવાના મંત્રીની ધમકી
પણજી,તા.૨૩
ગોવાની ફોરવર્ડ બ્લોક પાર્ટીના અધ્યક્ષ અને ગોવાની પરિકર સરકારના મંત્રી વિજય સરદેસાઈએ હવે એવી ધમકી આપી છે કે જા ગોવા એરપોર્ટ આવનારી ફ્લાઈટોનુ એનાઉન્સમેન્ટ કોંકણી ભાષામાં નહી કરાય તો એક પણ ફ્લાઈટને એરપોર્ટ પર લેન્ડ નહી થવા દેવાય.
સરદેસાઈએ કહ્યું હતુ કે કોંકણી ભાષાએ ગોવાના લોકોને એક કર્યા છે.ગોવા એરપોર્ટ પર કોંકણી ભાષામાં સૂચના આપતા બોર્ડ સુધ્ધા નથી.કોંકણી ભાષામાં કોઈ એનાઉન્સમેન્ટ થતુ નથી.શું ગોવાનુ એરપોર્ટ માત્ર પર્યટકો માટે છે.હિન્દી અને અંગ્રેજીની સાથે સાથે કોંકણી ભાષામાં પણ એનાઉન્સમેન્ટ થવુ જોઈએ.
આ પહેલા પણ સરદેસાઈ ગોવામાં આવતા ઉત્તર ભારતીય પર્યટકોને ધરતી પરની ગંદકી કહીને વિવાદમાં આવી ચૂક્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




