રોજગારીમાં સ્થાનિકોની અવગણના મુદ્દે હજીરામાં બંધના એલાનની ચીમકી

0
73

હજીરાપટ્ટીના ગ્રામજનોએ ફરીથી શરૂ કરેલ આંદોલનના પગલે આજે ૧૩ ગામોના સંરપંચો, તાલુકા પંચાયતના સભ્યો એ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને ન્યાયના મળશે તો હજીરા બંધનું એલાન કરવાની ચીમકી આપી હતી. હજીરાપટ્ટીના મહાકાય કંપનીઓ દ્વારા સ્થાનિકોને રોજગારી આપવામાં થઇ રહેલા અન્યાય અને પ્રદુષણના મુદ્વે હજીરા કાંઠા વિસ્તાર મંડળી દ્વારા ફરી લડત ઉપાડી છે. આ લડતના ભાગરૃપે અગાઉ રેલી કાઢયા બાદ આજે હજીરા વિસ્તારના તમામ ૧૩ ગામોના સંરપંચો તેમજ તાલુકા પંચાયતના સભ્યોએ ભેગા મળીને જિલ્લા કલેકટર મહેન્દ્વ પટેલને મળીને ઉદ્યોગગૃહો તરફથી રોજગારી માટે તથા પ્રદુષણ બાબતે લીધેલ પગલાંની વિગતો આપવા માંગ કરી હતી. સાથે જ આજદિન સુધી કંપની તરફથી એમોને કોઇ હકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી.કંપનીઓ સ્થાનિકોની સતત અવગણના કરે છે. આથી ના છુટકે અમારે હજીરા બંધનું એલાન કરવુ તેવા સંજોગો છે.જેથી જરૃરી કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY