બેંગ્લુરુ,તા.૧૫
ઈસ્કોનની એક શાખા દ્વારા આયોજિત ભગવદ ગીતા કિવઝ સ્પર્ધામાં એક મુસ્લિમ છાત્રએ પ્રથમ પુરસ્કાર જીત્યો હતો. નવમા ધોરણમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થી શેખ મુહિઉદ્દીને આ પુરસ્કાર મેળવ્યો છે.શેખ મુહિઉદ્દીન બેંગલુરુની સુભાષ મેમોરિયલ ઈંગ્લિશ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. તેનું માનવું છે કે, બધ જ ધર્મ એકસમાન છે અને બધા ધર્મ વિશે વાંચન કરવું જાઈએ. આ સાથે મુહિઉદ્દીને કહ્યું કે, ધર્મના નામે થતી લડાઈ તેને પસંદ નથી.
તેના શિક્ષકે જણાવ્યું કે, મુહિઉદ્દીન ઈન્ટર સ્કૂલની અનેક પ્રતિયોગિતાઓમાં ભાગ લઈ ચુકવ્યોછે અને ઘણા પુરસ્કાર જીતી ચુકવ્યોછે પરંતુ ગીતા કિવઝમાં પ્રથમ પુરસ્કાર જીતવો મુહિઉદ્દીન માટે ઘણી મહત્વની વાત છે.
સ્પર્ધા બાદ શેખ મુહિઉદ્દીને જણાવ્યું કે, ‘મને ભગવાન કૃષ્ણના જીવન અને તેમના ઉપદેશો વિશે પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. જેના જવાબ મને ખબર હતા. દરેક ધાર્મિક ગ્રંથ આપણને શિખવાડે છે કે, માતા-પિતા અને શિક્ષકોનું સમ્માન કરવું જાઈએ. એનાથી જ જીવન સફળ થાય છે’.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





