ભાજપ સરકાર અશાંતિનું આંધણ મૂકવાનાં બદલે હાર્દિક સાથે સંવાદ કરે : પરેશ ધાનાણી

0
17

ગાંધીનગર,તા.૧૧
જગતના તાતના કલ્યાણ માટે ૧૮ દિવસથી અન્નનો ત્યાગ કરનાર હાર્દિક પટેલના પારણાં લટકાવી રાખનાર ભાજપ સરકારે બાળ હત્યાની સોપારી લીધી હોવાનો આક્રોશ વ્યકત કરતા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્ય સરકારને હાર્દિક પટેલ સાથે સીધો સંવાદ કરી સકારાત્મક ઉકેલ લાવવા અપીલ કરી છે. તેમણે ભાજપ સરકારની નીતિરીતી સામે રોષ વ્યકત કરતા કહ્યું કે, રાજ્ય સરકાર વર્ગવિગ્રહ કરાવવાના બદઈરાદાથી અશાંતિનું આંધણ મૂકવાનું ષડ્યંત્ર કેમ કરી રહી છે તેનો જવાબ આપવો જોઈએ.
વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ માટે કોંગ્રેસનું સ્ટેન્ડ પહેલા દિવસથી આજદિન સુધી સ્પષ્ટ અને વ્યાજબી છે. જયારે ગાંધીજીના અમોધ શસ્ત્ર ઉપવાસનો ઉપયોગ સુતેલી સરકારને જગાડવા માટેનો રામબાણ ઈલાજ છે ત્યારે તે જીવનનો અંત લાવવાનું શસ્ત્ર ના બને તેવો સામુહિક પ્રયાસ કરવો જોઈએ. તેમણે કહ્યું કે, ભાજપ સરકારના ગૃહ કંકાશને ઢાંકવા માટે પત્રકારો ઉપર હુમલો કરાવી ગૃહ રાજ્ય મંત્રી નાહકનો ગોકીરો કરી રહ્યા છે.તેમણે રાજ્ય સરકારને હાર્દિક સાથે સત્વરે સીધો સંવાદ સાધવાનું જણાવતા કહ્યું કે, ભાજપ સરકારે વર્ગવિગ્રહ કરાવવાના બદઈરાદાથી અશાંતિનું આંધણ મૂકવાનું ષડ્યંત્ર કેમ કરી રહી છે તેનો જવાબ આપવો જોઈએ.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY