ભારત અને સેશલ્સ વચ્ચે સાતમો સંયુક્ત યુદ્ધાભ્યાસ

0
64

ન્યુ દિલ્હી,તા.૨૭
ભારત અને સેશલ્સ વચ્ચે સાતમો સંયુક્ત યુદ્ધાભ્યાસ લામિત ચાલી રહ્યો છે. સ્થાનિકભાષામાં લામિતનો અર્થ મિત્રતા છે. આ યુદ્ધાભ્યાસ સેશલ્સના માહેમાં થઈ રહ્યો છે. ભારત અને સેશલ્સ ૨૦૦૧ બાદથી આ સંયુક્ત યુદ્ધાભ્યાસ આયોજિત કરી રહ્યા છે. આ યુદ્ધાભ્યાસ ભારત અને સેશલ્સની સેનાઓ વચ્ચે સૈન્ય સહયોગ અને આંતરીક સહયોગની ક્ષમતા વધારવાના ઉદેશ્યથી કરવામાં આવ્યું છે.
આ સૈન્ય કવાયત દરમિયાન સર્ચ ઓપરેશન, બંધકને બચાવવાનો યુદ્ધાભ્યાસ, એન્ટિપાયરસી અને ઉગ્રવાદના માહોલની ઘટનાઓ તથા સમસ્યાઓના સમાધાન પર એકસાથે મળીને કવાયત કરવામાં આવી છે. આ યુદ્ધાભ્યાસનું આયોજન સેશલ્સ ડિફેન્સ એકેડમી વિક્ટોરીયા ખાતે કરવામાં આવ્યું છે. લામિત-૨૦૧૮ સાતમી સંયુક્ત લશ્કરી કવાયત છે.
આવો પહેલો યુદ્ધાભ્યાસ ૨૦૦૧માં શરૂ કરવામાં આવ્યો હતો. આ સંયુક્ત સૈન્ય કવાયતમાં ૫૨ સૈનિકોએ ભાગ લીધો છે. જેમાં સેશલ્સ આર્મી તરફથી ૨૦ સૈનિકો અને ૩૨ સૈનિકો સેશેલ્સ ઈન્ફેન્ટ્રીમાંથી સામેલ થયા છે. ભારત દક્ષિણ એશિયામાં પોતાના પાડોશી દેશો સાથે સતત પોતાના કૂટનીતિક અને સામરિક સંબંધ મજબૂત કરી રહ્યું છે. તેના સંદર્ભે વખતોવખત બંને દેશો વચ્ચે સંયુક્ત યુદ્ધાભ્યાસનું પણ આયોજન થઈ રહ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY