પાટણ,તા.૧૬
હારિજના કૂરેજા નર્મદા મુખ્ય કેનાલમાં મંગળવારે સવારે કાર ખાબકતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. બ્રિથિંગ એપેરેટસ માસ્ક પહેરીને કારની શોધખોળ કરાઈ હતી. જેમાં બુધવારે ૩૦ કલાક બાદ કાર મળી આવી હતી. આ ઘટનામાં કાર ચાલકનું મોત નીપજ્યું છે. સ્થાનિકો ગાડીમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. કેનાલ બંને તરફ હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
ઘટનાના ૨૪ કલાક બાદ સ્થાનિક તરવૈયાઓને કારનું લોકેશન મળ્યું હતું. ત્યારબાદ તંત્ર અને તરવૈયાઓ બ્રિથિંગ એપેરેટસ માસ્ક પહેરીને રેસ્કીયું ઓપરેશન શરૂ કર્યું હતું. કેનાલમાંથી કારની નંબર પ્લેટ મળી અને બાદમાં ઓલ્ટો કાર મળી આવી હતી. ગાડીમાંથી હારીજ તાલુકાના રાવીન્દ્રા ગામના મૃતક ભાઉજી લીલાજી ઠાકોરની લાશ બહાર કાઢવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




