સરકારને કોઇ જ સંકટ નથી અંતે તો બધુ ભગવાનના હાથમાં છેઃ એચડી દેવગૌડા

0
4

હોર્સ ટ્રેડિંગ કરનાર ભાજપને જ લાગ્યો ડર, હરિયાણામાં વિરોધ
બેંગ્લુરુ,તા.૧૬
કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન વાળી સરકારમાંથી બસપાના એક અને અપક્ષના બે ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચી લીધો છે જેને પગલે સરકાર સંકટમાં આવી ગઇ છે. આ સ્થિતિ વચ્ચે હવે જેડીએસના સુપ્રીમો એચ ડી દેવગૌડાએ જણાવ્યું હતું કે સરકારને કોઇ જ સંકટ નથી. કોઇના હાથમાં નથી, સરકારને તોડવા માટેના ગમે તેટલા પ્રયાસો કરો અંતે તો બધુ ભગવાનના હાથમાં છે અને અમારી સરકારને કોઇ જ સંકટ નથી. એચ નાગેશ અને આર શંકરે રાજ્યપાલ વજુભાઈવાળાને પત્ર લખીને તત્કાલ પ્રભાવથી સમર્થન પાછુ લેવાના પોતાના નિર્ણયથી અવગત કર્યા છે. આ કેસમાં પૂર્વ વડાપ્રધાન અને જેડીએસના વરિષ્ઠ નેતા એચ ડી દેવગોડાએ કહ્યું બે ધારાસભ્યોની સમર્થન વાપસીથી સરકારને કોઈ જાખમ નથી. બંને નિર્દલીય છે. આને વધારે વિવાદમાં રાખવાની જરૂર નથી. ભાજપના ધારાસભ્યો જે હરિયાણાના રિસોર્ટમાં રખાયા છે ત્યાં કોંગ્રેસના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.
ગૌડાએ જણાવ્યું હતું કે જેડીએસ અને કોંગ્રેસની સરકાર સંકટમાં હોવાની માત્ર અફવાઓ જ ચાલી રહી છે, વાસ્તવમાં આવું કઇ જ નથી અને બધુ અંતે તો ભગવાનના હાથમાં છે. બીજી તરફ કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે સી વેણુગોપાલે જણાવ્યું હતું કે ભાજપ હોર્સ ટ્રેડિંગ કરી રહ્યું હોવા છતા અમારી ગઠબંધનની સરકાર સુરક્ષિત છે અને કોઇ પણ પ્રકારનો ખતરો નથી. કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે ભાજપ અમારા ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસો કરી રહ્યું છે પણ અમારા ધારાસભ્યો પર અમને પુરો વિશ્વાસ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY