પટના,તા.૨૦
બિહારમાં જૂનિયર એન્જિનિયર પરીક્ષામાં સની લિયોનીએ ટોપ કર્યું છે. તેણે ૯૮.૫૦ માર્કસ મળ્યાં છે. ૯૮.૫૦ ટકા માર્ક્સ સાથે સની લિઓની પરીક્ષામાં પહેલા ક્રમે રહી છે.
બિહાર પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ ડિપાર્ટમેંટમાં જૂનિયર એન્જિનિયરના પદ માટે ભરતી બહાર પડી હતી. તેના માટે લેવામાં આવેલી પરીક્ષામાં આવી હતી. આ પરીક્ષાનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સની લિઓનીએ પહેલો ક્રમ મેળવ્યો છે.
સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલા મેરિટ લિસ્ટમાં સની લિઓનીએ પહેલો ક્રમ હાંસલ કર્યો છે. મેરિટ લિસ્ટ અનુંસાર સની લિઓનીએ ૯૮.૫૦ ટકા માર્ક્સ મેળવ્યા છે. સ્કોરકાર્ડ અનુંસાર સની લિઓનીએ ૭૩.૫૦ એજ્યુકેશન પોઈંટ, ૨૫.૦૦ એક્સપીરિયંસ પોઈન્ટ હાંસલ કર્યા છે. પરીક્ષામાં બેઠેલી સની લિયોનીનું નામ લિયોની છે. તેની એપ્લિકેશન આઈડી ત્નઈઝ્ર/૦૦૩૧૨૧૧ છે.
જોકે આ સની લિઓને એ નથી કે બોલીવુડ અભિનેત્રી છે. આ સની લિઓની હાલ માત્ર ૨૭ વર્ષની છે. રસપ્રદ વાત એ છે કે, આ પરીક્ષામાં ત્રીજા ક્રમે છે તેનું નામ છે. અને તેના પિતાનું નામ છે.
વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલા મેરિટ લિસ્ટમાં ૧૦૦૦ નામ છે. જ્યારે પંચે સિવિલ એન્જિનિયર માટે કુલ ૨૧૪ પદો માટે ભરતી બહાર પાડી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




