મોદીનો વંદે માતરમનો વીડિયો શેર કરી તેજસ્વી બોલ્યા, ‘નીતીશ કુમાર શું હાલત બનાવી છે’

0
25

પટણા,તા.૧
તાજેતરમાં બિહારના દરભંગામાં વડાપ્રધાન મોદીની રેલીનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં ભાષણ સમાપ્ત કર્યા બાદ વડાપ્રધાન મોદી અને મંચ પર હાજર તમામ નેતાઓ વંદે માતરમના નારા લગાવી રહ્યા હતા પરંતુ એનડીએના મહત્વના સહયોગી નીતીશ કુમાર શાંત બેસી રહ્યા હતા. હવે આ મુદ્દે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના નેતા તેજસ્વી યાદવે હાલના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે ટિવટર પર લખ્યું હતું કે, નીતીશ કુમાર શું હાલત બનાવી દીધી છે, હવે તેમનો શ્વાસ નહીં રૂંધાય, કેમકે હવે તે ઝેરીલા લોકોની સાથે છે.
તેજસ્વી યાદવે દરભંગામાં યોજાયેલી વડાપ્રધાન મોદીની સભાનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં વડાપ્રધા મોદી અને મંચ પર હાજર તમામ નેતાઓ વંદે માતરમના નારા લગાવી રહેલા નજરે પડી રહ્યા છે પરંતુ નીતીશ કુમાર મંચ ચૂપચાપ બેઠા હતા. તેજસ્વી યાદવે ટિવટર પર લખ્યું હતું કે, મારા કાકાને જૂઓ. પ્રિય નીતીશ કુમાર કાકા તમે તમારી આ શું હાલત બનાવી છે. હવે તમારો શ્વાસ નહીં રૂંધાય કેમકે ઝેરીલા લોકો સાથે છો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY