વિકાસ બહલે અનુરાગ અને વિક્રમાદિત્ય સામે ઠોકિયો માનહાનિનો કેસ

0
25

મુંબઈ,તા.૧૮
#Me Too કેમ્પેઇન અંતર્ગત ફિલ્મ ‘ક્વીન’નાં નિર્દેશક વિકાસ બહલે ડાયરેક્ટર અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાને સામે માનહાનિનો કેસ નોંધાવ્યો છે અને ૧૦ કરોડ રૂપિયાનું વળતર માંગ્યું છે. ત્રણેય ફેન્ટમ ફિલ્મ પ્રોડક્શન હાઉસનાં પાર્ટનર હતા. વિકાસ પર તેમના પ્રોડક્શન હાઉસની એક પૂર્વ મહિલા કર્મચારીએ જાતિય શોષણનો આરોપ લગાવ્યો હતો.
બહલે બામ્બે હાઈકાર્ટને કહ્યું છે કે સમગ્ર ઘટના સામે ના આવી જાય ત્યાં સુધી અનુરાગ અને વિક્રમાદિત્યનાં શબ્દો પર અંકુશ લગાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે અનુરાગ અને મોટવાને સોશિયલ મીડિયા પર સતત વિકાસની વિરુદ્ધ બોલી રહ્યા છે. વિકાસે મંગળવારે અનુરાગ અને મોટવાને પર એ કહેતા કેસ નોંધાવ્યો કે તેઓ બંને કોઇ પણ આધાર વગર તેની પર આરોપ લગાવી રહ્યા છે જેના કારણે તેની ઇજ્જત પર મોટો પ્રશ્ન ઉભો થયો છે.
વિકાસે તેના બંને પૂર્વ પાર્ટનરને તકવાદી ગણાવ્યા છે જે તેને નીચો દેખાડવા માટે આવુ કરી રહ્યા છે. વિકાસે તે બંનેને ફેન્ટમ ફિલ્મ પ્રોડક્શન હાઉસ ડૂબવાનું કારણ ગણાવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પ્રોડક્શન હાઉસને બંનેએ ૨૦૧૧માં સ્થાપિત કર્યું હતુ. ઉલ્લેખનીય છે કે વિકાસ પર ગોવામાં ‘બામ્બે વેલવેટ’ની એક પ્રમોશનલ ટૂર દરમિયાન જાતિય શોષણનો આરોપ લગાવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY