પટના,તા.૨૧
બિહારના પૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવીએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. રાબડી દેવીએ ટ્વીટ કરીનો કહ્યું કે સીબીઆઈ, ઈડીની જેમ ચૂંટણી પંચે પણ ભાજપ સાથે ગઠબંધન કરી લીધું છે. અને તેની સાથે બેશરમ થઈને કામ કરી રહ્યું છે.
તેજસ્વી યાદવ મતદાન ન કરી શકિયા તેનું કારણ જણાવીને રાબડી દેવીએ કહ્યું કે તેજસ્વીને ફસાવવા અને બદનામ કરવા માટે તેના ચૂંટણી ઓળખ પત્ર પર તેના ફોટાને બદલે બીજા કોઈનો ફોટો લગાવી દીધો. રાબડી દેવીએ કહ્યું કે નેતા પ્રતિપક્ષની સાથે ચૂંટણી પંચનું આવું વલણ દુર્ભાગ્ય પૂર્ણ છે.
તેમણે એવા સવાલ ઉઠાવ્યા કે તેજસ્વીની જગ્યાએ કોઈ બીજાનો ફોટો લગાવવા મામલે ચૂંટણી પંચે શું કાર્યવાહી કરી. તેનો જવાબદાર કોણ છે. તેજસ્વીની સાથે જ કેમ આમ કરાયું. શું કાવરતું રચાયું હતું. આવા સવાલો કરીને તેમણે વિરોધીઓ પર નિશાન સાધ્યુ હતુ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




