પઠાણકોટઃ પૂજા એક્સપ્રેસમાં સવાર ૬ શંકાસ્પદોની પોલીસે ધરપકડ કરી

0
6

ચંડીગઢ,તા.૨૬
જમ્મુ-કાશ્મીરથી અજમેર જઇ રહેલી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા ૬ લોકોને પંજાબ પોલીસે શંકાના આધારે કસ્ટડીમાં લીધા છે. કાશ્મીરના રહેવાસીઓ આ તમામ શંકાસ્પદો પૂજા એક્સપ્રેસમાં સવાર હતા. અહેવાલો મુજબ, રવિવારે રાત્રે ૮ વાગ્યે જ્યારે ટ્રેન પઠાણકોટ રેલ્વે સ્ટેશન પર પહોંચી ત્યારે પોલીસ અને જીઆરપી દ્વારા ૬ શંકાસ્પદોને કસ્ટડી લેવામાં આવ્યા. આખી રાત આ શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી. નોંધનીય છે કે ગત દિવસોમાં પંજાબમાં આતંકવાદીઓની ઘૂસણખોરીને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને તાજેતરમાં જ અમૃતસરમાં નિરંકારી બિલ્ડિંગમાં એક આતંકવાદી હુમલો પણ થયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ શંકાસ્પદોનું કનેક્શન આતંકી જાકીર મુસા સાથે હોઈ શકે છે. તેમની પાસેથી એક મોટરસાઈકલ પણ જપ્ત કરવામાં આવી છે, જે આ ટ્રેનમાં જ અજમેર લઇ જવામાં આવી રહી હતી. પઠાણકોટ રેલ્વે સ્ટેશન પર અચાનક પોલીસની કાર્યવાહી રાત્રે ૮ વાગ્યે શરૂ થઇ અને જવાનોએ પૂજા એક્સપ્રેસના ડબ્બાઓને ઘેરી લીધા હતા. જ્યાં સુધી ટ્રેનમાં સવાર મુસાફરો કંઈ સમજી તે પહેલા પોલીસ ૬ શંકાસ્પદોને પકડી ટ્રેનમાં બહાર લઇ આવી. આ તામમ પૂજા એક્સપ્રેસમાં સવાર હતા અને તેમની પાસે જમ્મુથી અજમેર સુધીની ટિકિટ હતી.
પઠાણકોટના એસપી ઓપરેશને ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરી અને શંકાસ્પદોને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા. જણાવાઇ રહ્યું છે કે આ તમામ ૬ શંકાસ્પદો હરકત-ઉલ-અંસાર ગજવા-એ-હિંદ સંગઠન સાથે જાડાયેલા છે. ગજવા-એ-હિંદ આતંકી જાકીર મુસાનું સંગઠન છે, જે તાજેતરમાં પંજાબ અને રાજસ્થાનમાં જાવા મળ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY