કવીઠા ગામમાંથી અજગર નું બચ્ચું પકડાતા વન વિભાગ દ્રારા સલામત જગ્યાએ છોડાયું.

0
170

ભરૂચના કવીઠા ગામ ખાતે એક મકાનમાં અજગરનું નાનું બચ્ચાએ દેખાતા સ્થાનિક લોકોએ અંગેની જાણ ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફર ટ્રસ્ટના સભ્યોને કરતા તેવો દ્રારા અજગરના બચ્ચાને પકડી વન વિભાગને સોંપતા તેવો દ્રારા તેને સલામત જગ્યાએ છોડી મુકવામાં આવ્યું હતું.

આજ રોજ ભરૂચના કવીઠા ગામમાં રહેતા રાજુ મંગળ વસાવા ના ઘરમાં એક અજગરના બચ્ચું આવી જતા ઘરના લોકો ગભરાઈ ગયા હતાં. જોકે અજગર વન્ય જીવ હોઈ અને અનુસૂચિ કેટેગરીમાં આવતો હોય ગામના આગેવાનો દ્રારા આ અંગેની જાણ જીવદયા પ્રેમી સંસ્થા ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફર ટ્રસ્ટના સભ્યોને કરવામાં આવતા તેવો દ્રારા તાત્કાલિક કવીઠા ગામ ખાતે પહોંચી અંદાજીત બે ફૂટ ત્રણ ઈંચ ની લંબાઈ ધરાવતા અજગરના નાના બચ્ચાને પકડી વન વિભાગને સોંપતા તેવો દ્રારા અજગરને સલામત જગ્યા પર છોડવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદ અને વધુ પડતી ગરમીના કારણે વન્ય જીવો અને પ્રાણીઓ બહાર નીકળી આવતા હોવાથી કોઈએ જાતે તેને પકડવા કે મારવાનો પ્રયત્ન ના કરવો જોઈએ.તેના માટે વન વિભાગ અથવા તો જીવદયા પ્રેમીઓ,સંપર્ક કરવો જોઈએ.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ, મો:-9537920203.

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY