મુંબઈ,તા.૩૧
અભિનેતા શ્રેયસ તાલપડેએ કહ્યું હતું કે જબરદસ્ત કોમેડી સિરિઝ ગોલમાલની પાંચમી કડીની તૈયારી ચાલુ છે અને હાલ સ્ક્રીપ્ટ તૈયાર થઇ રહી છે.
શ્રેયસે એવો દાવો કર્યો હતો કે ગોલમાલ સિરિઝના સર્જક મોખરાના ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ અમને ગોલમાલ સિરિઝની પાંચમી કડીની વાર્તાનો અણસાર આપ્યો હતો અને કહ્યું હતું કે એકવાર સ્ક્રીપ્ટ તૈયાર થઇ જાય એટલે આપણે ફિલ્મ શરૂ કરીશું.
ગોલમાલ સિરિઝની અગાઉની ફિલ્મોમાં શ્રેયસ તાલપડે ઉપરાંત અર્શદ વારસી, કુણાલ ખેમુ અને તુષાર કપૂર ચમકિયા હતા અને ચારે ફિલ્મો હિટ નીવડી હતી.
ગોલમાલની આ ટોળીએ રોહિતની છેલ્લી હિટ ફિલ્મ સિમ્બામાં પણ મહેમાન ભૂમિકા જેવા રોલ કર્યા હતા. તમારી હવે પછીની ફિલ્મ કઇ હશે એવા સવાલના જવાબમાં શ્રેયસે કહ્યું કે સિમ્બાના સેટ પર અમારે રોહિત સાથે થયેલી વાતચીત મુજબ રોહિત હાલ ગોલમાલ ફાઇવની સ્ક્રીપ્ટ તૈયાર કરાવી રહ્યા છે. એમણે અમને સ્ટોરીલાઇન જણાવી હતી. સ્ક્રીપ્ટ તૈયાર થઇ જાય એટલે અમે ફિલ્મ પર કામ શરૂ કરીશું.
હાલ રોહિત અક્ષય કુમાર સાથે સૂર્યવંશી બનાવી રહ્યા છે. એટલે હાલ એ બીઝી છે. એકવાર એ ફ્રી થાય એટલે અમે ગોલમાલને આગળ વધારવાનું કામ શરૂ કરીશું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




