જેડીયૂએ આરજેડી પર નક્સલીઓ સાથે વાતચીત અને સ્પોન્સર કરવાનો આરોપ મૂક્યો
પટના,તા.૩૧
બિહારના ઔરંગાબાદમાં થયેલ નક્સલી હુમલામાં રાજનીતી ગરમાઈ છે. જનતા દળ યૂનાઈટેડ (જેડીયૂ) પોતાની વિરોધી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી) પર નક્સલીઓ સાથે વાતચીત અને તેમને સ્પોન્સર કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. ત્યાં આરજેડીએ પણ સામે જવાબ આપ્યો હતો.
બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી અને આરજેડીના નેતા તેજપ્રતાપ યાદવે કહ્યું હતું કે નક્સલીયોને સ્પોન્સર અમે નહી પરંતુ નક્સલી બીજેપી અને જેડીયૂના સંબંધી છે. તેમણે કહ્યું કે લોકોના કામથી તેમને કોઈ મતલબ નથી. એનડીએના લોકો આવી ફાલતું વાતોમાં જ લોકોને ગૂંચવણમાં મુક્યા કરે છે.
ઔરંગાબાદ જીલ્લા સ્થિત દેવ થાણા ક્ષેત્રે શનિવાર મોડી રાત્રે નક્સલીઓએ હુમલો કર્યો હતો. આ દરમિયાન નક્સલીએ બીજેપીના ધારાસભ્ય રાજન સિંહના કાકા નેરેન્દ્ર સિંહની ગોળી મારીને કરી દીધી હતી. તે સિવાય ૧૦ વાહનોને અને બે ઘરમાં આગ પણ લગાવી દીધી હતી. માહિતી મુજબ નક્સલીઓએ જિલ્લાના દેવ થાણાનાં સુદી બિઘા ગામમાં ટ્રાન્સપોર્ટરના બે ઘરોને નિશાન બનાવ્યા હતા. રાત્રે લગભગ ૧૦ વાગ્યાની આસપાસ હથિયાર સાથે ૧૫ નક્સલીઓએ ખુબ અશાંતિ ફેલાવી. ગાડીઓમાં આગ લાગાવ્યા પછી ટ્રાન્સપોર્ટરના પરિવારના એક સભ્ય નરેન્દ્ર સિંહની ગોળી મારીને હત્યા કરી નાખી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





