નીતિશ કુમાર નૈતિક ભ્રષ્ટાચારના ભીષ્મ પિતામહ છે : તેજસ્વી યાદવ

0
19

તેઓ ક્યારેય પણ પોતાની ભૂલોને સ્વીકારતા નહીં જોવા મળે
પટના,તા.૧૭
આરજેડી નેતા તેજસ્વી યાદવે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પર આકરો પ્રહાર કર્યો છે. તેજસ્વી યાદવે ટ્‌વીટ કરતા લખ્યુ છે કે, ભારતીય રાજનીતીમાં કોઈ પણ નીતિશ કુમારના માનાંકો સાથે મેળ ખાઈ ન શકે, તેઓ નૈતીક ભ્રષ્ટાચારના ભીષ્મ પિતામહ છે. તેઓ ક્્યારેય પણ પોતાની ભુલોને સ્વીકારતા નહી જાવા મળે. તેઓ પોતાની ભુલ માટે સાથીઓની સાથે સાથે વિરોધીઓને દોષી ઠેરવે છે.
લાલુ પ્રસાદ યાદવના દિકરા તેજસ્વી યાદવે નીતિશ કુમારને તે દાવાના મુદે પણ નિશાને લીધા કે જેમા સીએમ નીતિશ કુમારે કહ્યું હતુ કે પ્રશાંત કિશોરના જેડીયુમાં સામેલ કરવા માટે અમિત શાહે તેમને બે વખત કહ્યું હતું. તેજસ્વી યાદવે ટ્‌વીટ કરતા લખ્યુ છે, નીતિશ કુમાર માને છે કે, જેડીયુ ભાજપનું ઉન્નત સંસ્કરણ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY