પ્રિયંકા હજુ બાળક છે, પીએમ મોદી સાથે મુકાબલા માટે સોનિયા ગાંધીને મેદાને ઉતારો

0
18

બિહાર પ્રવાસન મંત્રી પ્રમોદકુમારનું નિવેદન
પટના,તા.૨૭
બિહાર પ્રવાસન મંત્રી પ્રમોદકુમારે શનિવારે પ્રિયંકા ગાંધીની સરખામણી એક નાના બાળક સાથે કરી હતી. તેમણે પત્રકારો સાથે વાત કરતા સમયે કહ્યું કે મેડમ પ્રિયંકા હજુ બાળક છે. એવામાં જા કોંગ્રેસ પાર્ટીની વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોઈની ચૂંટણી લડવાની ઇચ્છા હોય તો તે મેડમ સોનિયા ગાંધીને મેદાનમાં ઉતારે. કારણ કે તેમની ઉંમર મોદીજી સાથે મળતી આવે છે.
પ્રવાસન મંત્રીએ મીડિયા સાથે વાતચીત કરતાં સમયે કહ્યું કે કેટલાક લોકો પ્રિયંકામાં ઇન્દિરા ગાંધીની છબી જાઈ રહ્યા છે. પરંતુ તે લોકો જાણે છે કે મેડમ સોનિયા ગાંધીમાં પણ એક સમયે ઇન્દિરાની છબી જાવામાં આવતી હતી. અંતમાં તેમને પટિયાલા હાઉસ કોર્ટમાંથી જમાનત લેવી પડી હતી. સાથે સાથે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાંધતા કહ્યું કે ક્યારેય લોકો રાહુલમાં ફિરોઝ અને રાજીવ ગાંધીની છબી જાયા કરતા હતા. પરંતુ તેનુ શું થયું તે બધા જાણે છે.
આ પહેલા પણ ઘણા નેતાઓ આ પ્રકારની ટિપ્પણી કરી ચૂક્યા છે અને પછીથી ભાજપ તેના આવેદનો પર જવાબ આપે છે. આમ આ રીતે બન્ને પાર્ટી એકબીજા પર કટાક્ષ અને આરોપો લગાવતા રહે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY