પટના,તા.૨
લોકસભાની ચૂંટણી પહેલા બિહારમાં સીએમ નીતિશ કુમારને મોટો ઝટકો લાગ્યો. આરજેડીના પૂર્વ ધારાસભ્ય રૂષિ મિશ્રાએ જેડીયુ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જાડાણ કર્યુ છે. કોંગ્રેસમાં જાડાતા રૂષિ મિશ્રાએ જણાવ્યુ હતુ કે, જેડીયુમાં કામ કરવુ મુશ્કેલ બન્યુ હતુ. જેથી પાર્ટી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો.
મારા સીએમ નીતિશ કુમાર સાથે કોઈ મતભેદ નથી. પરંતુ બિહારની જનતા ભાજપનો વિરોધ કરી રહી છે. જેથી જેડીયુ સાથે છેડો ફાડવામાં આવ્યો. મહત્વપૂર્ણ છે કે, રૂષિ મિશ્રા પૂર્વ રેલવે પ્રધાન લલિત નારાયણ મિશ્રાના પૌત્ર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બિહારમાં ભાજપ અને જેડીયુ વચ્ચે જાડાણ થવાના કારણે રૂષિ મિશ્રા સંગઠનમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગયા હતા. જેથી તેમણે જેડીયુ સાથે છેડો ફાડ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




