મુંબઇ,તા.૨
હોનહાર અભિનેત્રી જાન્હવી કપૂર પોતાની આગામી ફિલ્મના પાત્ર માટે વજન વધારી રહી હોવાની અને વર્ક આઉટ કરી રહી હોવાની જાણકારી મળી હતી. ભારતીય હવાઇ દળની મહિલા અધિકારી ફ્લાઇટ લેફ્ટનંટ ગૂંજન સક્સેનાની બાયો-ફિલ્મ માટે જાન્હવીને સાઇન કરવામાં આવી હતી. આ રોલ માટે એણે ગૂંજન જેવા દેખાવાની કવાયત હાથ ધરવાની હતી. એ હાલ એક્સપર્ટ ટ્રેનરના માર્ગદર્શન હેઠળ યોગ્ય પોષક આહાર અને વર્ક આઉટ દ્વારા વજન વધારી રહી હોવાની માહિતી મળી હતી.
જાન્હવીએ તાજેતરમાં ફાઇટર વિમાનના પાઇલટના પોષાકમાં ફોટોગ્રાફ શૅર કર્યો હતો. આ એની ત્રીજી મહ¥વની ફિલ્મ હશે. સૌથી પહેલી ફિલ્મ કરણ જાહરની ધડક હતી જેમાં જાન્હવી ઇશાન ખટ્ટર સાથે ચમકી હતી. ત્યારબાદ કરણે એને પોતાની બીજી ફિલ્મ કલંક માટે સાઇન કરી હતી. હવે ગૂંજન સક્સેનાની બાયો-ફિલ્મ માટે એને સાઇન કરવામાં આવી હતી.
આ ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રે આપેલી માહિતી મુજબ જાન્હવીએ લગભગ છથી સાત કિલો જેટલું વજન વધારવું પડશે. આ ફિલ્મ આ માસની આખરે અથવા માર્ચમાં ફ્લોર પર જશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





