ગિરિરાજસિંહ જેવા લોકો મીડિયામાં રહેવા માટે આ પ્રકારના નિવેદન આપે છે : નીતિશ

0
9

પટના,તા.૫
કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે જેડીયુની ઈફ્તાર પાર્ટી પર સવાલ ઉઠાવ્યા બાદ બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે પલટવાર કર્યો. નીતીશ કુમારે કહ્યુ કે, આ પ્રકારનું નિવેદન આપનારા કોઈ ધર્મના હોતા નથી. કેટલાક લોકો મીડિયામાં ચર્ચામાં રહેવા માટે આ પ્રકારના નિવેદન આપે છે. જેથી આ મામલે નિવેદન આપવુ પણ અયોગ્ય છે.
નીતિશ કુમારે આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે તેઓ પટનાના ગાંધી મેદાનમાં ઈદના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. અને તેમણે મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામના પાઠવી હતી.
મહત્વનુ છે કે પટનામાં હા‹ડગ રોડ પાસે હજ હાઉસમાં જેડીયુએ સોમવારે ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. જે મામલે ગિરિરાજે નીતીશ કુમાર પર ટીપ્પણી કરી હતી. જે બાદ બિહારમાં ઘમાસાણ સર્જાયુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY