સુરતઃ ઘૂંટણના સંધિવાથી પીડાતિ આફ્રિકન મહિલાનું સુરતમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. 76 વર્ષિય વયોવૃધ્ધ મહિલાના શરીરમાં અન્ય રોગની પણ હાજરી હોય ગંભીર સ્થિતીમાં વ્હિલચેર પર આવેલી મહિલાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સુરતની શેલ્બી હોસ્પિટલમાં ઓપરેશન કરાયા બાદ હવે આ વયોવૃધ્ધ મહિલા ચાલીને પોતાના દેશમાં જશે.
ઝીરો ટેક્નિકથી કરાયું ઓપરેશન
આફ્રિકાના કેન્યામાં રહેતી રોસેલા હાંડા (ઉ.વ.આ.76)ને છેલ્લા 15 જેટલા વર્ષથી સંધિવાની બીમારી હતી. પરંતુ છેલ્લા ત્રણે વર્ષથી હાલવા ચાલવામાં ભારે તકલીફ થતી હતી. અને બેડ રેસ્ટ જ લેવો પડતો હતો. બાદમાં તેણીને ભારતમાં થતી ઝીરો ટેક્નિકની સારવારની જાણ થતાં તેણીએ યુકેમાં નર્સ તરીકે ફરજ બજાવતી દીકરીને જાણ કરી હતી. બાદમાં નૈરોબીથી સફર શરૂ થઈ હતી. અને રોસેલા દીકરી સેલેસ્ટિન સાથે ભારત આવી હતી. અહિંના તબીબો તથા સ્ટાફ સાથે અને સારવારની પધ્ધતિથી તે ભારે પ્રભાવિત થઈ હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




