ફ્રાન્સઃ સરકાર સામે ૧.૫ લાખ લોકોનો હિંસક વિરોધ, ૧,૪૦૦ની ધરપકડ

0
6

પેરિસ,તા.૯
ફ્રાન્સની રાજધાની પેરિસમાં ૧૭ નવેમ્બરથી યલો વેસ્ટ પ્રદર્શન થઇ રહ્યા છે. લોકો પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા વિરૂદ્ધ સડકો પર ઉતરી આવ્યા છે. આ પ્રદર્શન હવે ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમ્યુન્યુઅલ મેક્રોન વિરૂદ્ધ મોટાં આંદોલનનું સ્વરૂપ લઇ રહ્યું છે. પેરિસથી શરૂ થયેલું પ્રદર્શન આજે બ્રસેલ્સ અને એમ્સ્ટરડેમ સુધી પહોંચ્યું છે. ફ્રાન્સ પોલીસે સમગ્ર દેશમાં ૧,૪૦૦ લોકોની ધરપકડ કરી છે. શનિવારે સાંજે પેરિસમાં પ્રદર્શનકારીઓએ કાર, બેરીકેડ્‌સ સળગાવ્યા હતા. ફ્રાન્સના ઇતિહાસમાં પહેલીવાર આખા દેશમાં ૮૯,૦૦૦ પોલીસ ઓફિસરને ગોઠવામાં આવ્યા છે. જેમાંથી માત્ર પેરિસમાં જ ૮,૦૦૦ પોલીસ ગોઠવવામાં આવ્યા છે. પ્રદર્શનોમાં પોલીસ સાથે અથડામણમાં ૧૩૫ લોકો ઘાયલ થયા છે.
પેરિસમાં શનિવારે ૬૫૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી મોટાંભાગના ટ્રેન સ્ટેશન અથવા તેઓના મીટિંગ પોઇન્ટ્‌સ પર એકઠાં થયેલા હતા. આ તમામ પ્રદર્શનકારીઓ પાસે હથિયારો, પેન્ટિક બોલ અને અન્ય મિસાઇલ્સ જેવા સાધનો હતો.
આખા દેશમાં ૮૯,૦૦૦ રિઇન્ફોર્સમેન્ટ પોલીસ અલગ અલગ શહેરોમાં ગોઠવવામાં આવ્યા છે. કારણ કે, ફ્રાન્સના રોડ નેટવર્ક પર ઠેરઠેર પ્રદર્શનકારીઓ છે. પ્રદર્શનકારીઓએ ટુલૂઝ અને માર્સેલ જેવા સિટીમાં પોલીસકર્મીઓ સાથે અથડામણ કરી હતી.
ફ્રાન્સના ઇન્ટરિયર મિનિસ્ટર ક્રિસ્ટોફર કેસ્ટનરના જણાવ્યા અનુસાર, ફ્રાન્સમાં અંદાજિત ૧,૪૦૦ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY