જયપુર,તા.૯
રાજસ્થાનમાં હજી તો એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સત્તા પર આવે છે તેવી આગાહી જ થઈ છે પણ એ પછી કોંગ્રેસના જ સચિન પાયલોટ અને અશોક ગહેલોટ જૂથ વચ્ચે સત્તા માટેની મારામારી શરુ થઈ ગઈ છે.
બંને પક્ષો પોતાની દાવેદારી મજબૂત બનાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે.જેમાં કોંગ્રેસમાંથી વિધાનસબાની ચૂંટણી જયપુરમાંથી લડનાર જયપુર કોંગ્રેસ પ્રમુખ પ્રતાપસિંહનુ નિવેદન સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.જેમાં તે કહેતા સંભળાઈ રહ્યા છે કે મેં અખબારોમાં વાંચ્યુ છે કે ગહેલોત સાહેબે સીએમ પદ માટે પાંચ ઉમેદવારોના નામ આપ્યા છે.તેઓ સિનિયર લીડર છે.હું તેમનુ સન્માન કરુ છું પણ આ અંગે તેઓ નિર્ણય લઈ શકે નહી.તેના પર માત્ર રાહુલ ગાંધી જ નિર્ણય લેશે.
આ નિવેદન આપ્યા બાદ ગહેલોટ છાવણીમાં પણ હલચલ તેજ થઈ છે.નિવેદન આપનાર પ્રતાપસિંહ કોંગી નેતા સચિન પાયલોટની નજીકના મનાય છે.બીજી તરફ એક અખબારને પ્રતાપસિંહે કહ્યું હતુ કે મારુ નિવેદન કોઈની સામે નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





