આંધ્રપ્રદેશ સરકારે પેટ્રોલ-ડિઝલમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો

0
51

અમરાવતી,તા.૧૦
આંધ્ર પ્રદેશમાં મંગળવારે પેટ્રોલ અને ડીઝલની કિંમત અન્ય રાજ્યોના મુકાબલે બે રૂપિયાનો ઘટાડો થયો છે
રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલમાં વેટ ઓછો કર્યા પછી હવે આંધ્ર પ્રદેશમાં પણ તેલની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આંધ્ર પ્રદેશમાં મંગળવારે પેટ્રોલ અને ડીઝલની કિંમત અન્ય રાજ્યોના મુકાબલે બે રૂપિયાનો ઘટાડો થયો છે. આંધ્ર પ્રદેશમાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પેટ્રોલ અને ડીઝલના કિંમતમાં બે રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી હતી.
આ પહેલા રાજસ્થાનમાં વસુંધરા રાજેએ પેટ્રોલ અને ડીઝલમાં ચાર ટકા વેટ ઘટાડીને લોકોને રાહત આપી હતી. જેના કારણે તેલની કિંમતોમાં ૨.૫૦ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે.
બીજી તરફ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો યથાવત્ છે. સોમવારે (૧૦ સપ્ટેમ્બર) પણ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૨૩ પૈસા વધીને ૮૦.૭૩ લીટર થઈ ગઈ છે. ડીઝલની કિંમતમાં ૨૨ પૈસા પ્રતિ વધીને ૭૮.૮૩ રૂપિયા થઈ ગયા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત વધીને ૮૮.૧૨ રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલની કિંમત ૭૭.૩૨ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY