નર્મદા જિલ્લામાં રાજ્ય કક્ષાની યંગમુંડો,સેફ ટકરાવ સ્પર્ધા યોજાઈ

0
57

રાજ્યના અંડર 17 અને 19 ના યુવક યુવતીઓએ ભાગ લીધો
ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 350 જેટલા વિદ્યાર્થીઓ અને વિધાયર્થીનીઓ એ ભાગ લીધો

રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે રાજ્યકક્ષાની યંગમુંડો સ્પર્ધા, સેફ ટકરાવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 350 જેટલા વિદ્યાર્થીઓ અને વિધાયર્થીનીઓ એ ભાગ લીધો હતો ત્યારે આ માટે જિલ્લા રમતગમત અધિકારી મહેશ ચૌધરી અને તેમની ટીમ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું

કમિશનર યુવક સેવા અને સાંસ્કુતિક વિભાગ ગાંધીનગર અને જિલ્લા રમતગમત વિભાગની કચેરી નર્મદા, નવ દુર્ગા હાઈસ્કૂલના સંયુક્ત આયોજન હેઠળ રાજપીપલા ના રમતગમત સંકુલ ખાતે રાજ્યકક્ષાની યંગમૂંડો સ્પર્ધા અંડર 19 અને સેફ ટકરાવ સ્પર્ધા અંડર 17 યોજવામાં આવી હતી. જેમાં રાજ્ય માંથી વિવિધ જિલ્લાઓના જિલ્લા કક્ષાના વિજેતા ખેલાડીઓ એ ભાગ લીધો હતો, જેના પ્રારંભ સમારંભ માં રમતગમત અધિકારી મહેશ ચૌધરી નવદુર્ગા હાઈસ્કૂલના આચાર્ય રીનાબેન પંડ્યા, સિનિયર કોચ વિષ્ણુ વસાવા, જીન્માસ્ટીક માસ્ટર ગૌરી શંકર દવે સહીત વિવિધ કોચ અને પીટી શિક્ષકો હાજર રહ્યા હતા.અને આ રમત નું આયોજન કર્યું હતું

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY