ડિસેબલ્ડ વોટર્સ માટે સારા સમાચાર…ચુંટણી પંચ દ્વારા કરાઈ સરકારી વાહનની વ્યવસ્થા

0
8

ન્યુ દિલ્હી,તા.૬
કોઈપણ ચૂંટણીમાં મતદાર મતદાન કર્યા વિના બાકી રહી જવો ન જાઈએ તેવા હેતુથી ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી અધિકારીઓને શારીરિક દિવ્યાંગતા ધરાવતા મતદારને તેમનાં ઘરેથી પીકઅપ કરીને મતદાન કર્યા પછી ઘરે પાછા લઈ જવાની સુવિધા આપવા આદેશ કર્યો છે.
દરેક ડિસેબલ્ડ વોટર્સ અને તેમની સાથેની મદદનીશ વ્યકિત ચૂંટણીમાં યોગ્ય રીતે મતદાન કરી શકે તે માટે સરકારી વાહનની વ્યવસ્થા કરવા પંચે રાજ્યોના ચૂંટણી અધિકારીઓને કહ્યું છે.
ચૂંટણીના દિવસે દરેક મતદાન મથકોએ પર્સન્સ વિથ ડિસેબિલિટીમાટે ટ્રાન્સપોર્ટની યોગ્ય વ્યવસ્થા ગોઠવવી. આ માટે સરકારી વાહનનો ઉપયોગ કરવો. ટ્રાન્સપોર્ટની આ તમામ જવાબદારી માટે જિલ્લા ચૂંટણીઅધિકારી અને રિ‹ટનગ ઓફિસર જવાબદાર રહેશે. દરેક જિલ્લામાં ટ્રાન્સપોર્ટ નોડલ ઓફિસર નિયુક્ત કરવામાં આવશે.
શારીરિક રીતે દિવ્યાંગ તમામ મતદારોને ચૂંટણીમથક મુજબ ટેગ આપવામાં આવશે અને તેમને તેમનાં ઘરેથી એક મદદનીશ સાથે મતદાનમથકે લઈ જવામાં આવશે. તેઓ મતદાન કરે તે પછી પાછા તેમનાં ઘરે મૂકી જવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY