વિકાસે ફેન્ટમના ભાગીદારોને કાયદેસર નોટિસ મોકલી તમને મારી અદેખાઇ આવે છે એટલે આક્ષેપ કર્યા

0
25

મુંબઈ,તા.૧૧
છેલ્લા થોડા દિવસથી મોખરાની અભિનેત્રીઓ જેના પર દુરાચારના આક્ષેપ કરે છે એ ડાયરેક્ટર વિકાસ બહલે પોતાના ફેન્ટમ ફિલ્મ્સના એક સમયના ભાગીદારોને કાયદેસરની નોટિસ મોકલી હતી.
વિક્રમાદિત્ય મોટવાની અને અનુરાગ કાશ્યપને મોકલેલી નોટિસમાં વિકાસે એવો આક્ષેપ કર્યો હતો કે તમે મારી વ્યાવસાયિક સફળતાથી દાઝે બળો છો અને અદેખાઇને કારણે મને વગોવી રહ્યા છો. મારા પર ગલત આક્ષેપો કરી રહ્યા છો. તમારી સામે કાયદેસરના પગલાં કેમ ન લેવાં એ જણાવો. આવી કારણદર્શક નોટિસ મોકલીને એણે પોતાને નિર્દોષ સાબિત કરવાનો પાંગળો પ્રયાસ કર્યો હતો.
વિક્રમાદિત્ય મોટવાની, અનુરાક કાશ્યપ, મધુ મોન્ટેના અને વિકાસ બહલે મળીને ફેન્ટમ ફિલ્મ્સ નામની કંપની સ્થાપી હતી અને ક્વીન તથા ઊડતા પંજાબ જેવી સરસ ફિલ્મો આપી હતી. આ કંપનીની એેક મહિલા કર્મચારીએ પણ એવો આક્ષેપ કર્યો હતો કે વિકાસે મારો જાતીય ગેરલાભ લેવાના પ્રયાસો કર્યા હતા. મેં ફરિયાદ કરી ત્યારે કંપનીના ભાગીદારોએ કોઇ પગલાં ન લેતાં મારે નોકરી છોડી દેવી પડી હતી.
આ અંગે અનુરાગ કાશ્યપે તાજેતરમાં એવો ખુલાસો કર્યો હતો કે મને આ મહિલાની ફરિયાદ મળી હતી પરંતુ અમારા કાનૂની સલાહકારોએ મને ગેરમાર્ગે દોર્યો હતો કે આ મહિલાની ફરિયાદમાં કોઇ વજૂદ નથી એટલે હું નિષ્ક્રીય રહ્યો હતો. જે કંઇ બન્યું એ માટે હું દિલગીર છું.

(જી.એન.એસ)નો

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY