દેશની સૌથી મોટી સ્ટેટ બેન્કે લોનના દરમાં ૦.૦૫ ટકાનો વધારો કર્યો

0
23

લોન લેનાર લોકોના ઈએમઆઈ વધી જશે
ન્યુ દિલ્હી,તા.૧૦
દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્કે તે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે, જેની હોમ કે કાર લોન ચાલુ છે. આ ઉપરાંત તે ગ્રાહકોની પણ મુશ્કેલી વધશે જે લોન લેવાનું વિચારી રહ્યાં છે.
હકીકતમાં બેન્કે પોતાની લોનના દરમાં ૦.૦૫ ટકાનો વધારો કર્યો છે. એટલે કે હવે એસબીઆઇ પાસેથી લોન લેવી મોંઘી બનશે. સાથે જ જે લોકોએ લોન લીધી હોય તો તેમની EMI વધી જશે. આ દરો ૧૦ ડિસેમ્બર,૨૦૧૮થી લાગુ થઇ ગઇ છે.
એસબીઆઇએ ટેનર્સ માટે સ્ઝ્રન્ઇને ૦.૦૫ ટકા વધાર્યુ છે. આ વધારા સાથે હવે એસબીઆઇની એક વર્ષની સ્ઝ્રન્ઇ દર ૮.૫થી વધીને ૮.૫૫ ટકા થઇ ગઇ છે. તેવામાં ૨ વર્ષની MCLRની દર ૮.૬ ટકાથી વધીને ૮.૬૫ ટકા થઇ ગઇ છે. જ્યારે ૩ વર્ષની MCLR દર હવે ૦.૦૫ ટકાથી વધીને ૮.૭૫ ટકા થઇ ગઇ છે.
MCLRને મર્જિનલ કોર્સ આૅફ લેડિંગ રેટ પણ કહે છે. તેમાં બેન્ક પોતાના ફંડના ખર્ચ મુજબ લોનનો દર નક્કી કરે છે. તે બેંચમાર્ક દર હોય છે. તેના વધવાથી તમારી બેન્કમાંથી લેવામાં આવેલી લોન મોંઘી થઇ જાય છે. આ વ્યવસ્થા ૧ એપ્રિલ ૨૦૧૬થી બેન્કિંગ સિસ્ટમમાં લાગુ છે. જણાવી દઇએ કે એસબીઆઇના ૪૦ કરોડથી વધુ ગ્રાહકો છે.
એસબીઆઇ પહેલા ICICI અને HDFC બેન્કે પણ પોતાના લોનના દરમાં વધારો કર્યો છે. ૧ ડિસેમ્બરના રોજ ICICIબેન્કે શાર્ટ ટર્મ MCLRને ૦.૧ ટકા વધારી હતી. તે બાદ બેન્કની એક, ત્રણ અને ૬ મહિનાની અવધિ વાળી લોન માટે MSLR અનુક્રમે ૮.૫૫ ટકા, ૮.૬ ટકા અને ૮.૭૫ ટકા થઇ ગઇ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY