ન્યુ દિલ્હી,તા.૧૫
પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં સતત આવી રહેવા ઘટાડાને કારણે સામાન્ય લોકોને રાહત મળી છે. ગુરુવારે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં ફરીએક વાર ઘટાડો આવ્યો છે. ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૧૫ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો છે. જ્યારે ડીઝલમાં પણ ૧૦ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવી ૭૨.૦૯ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.
જ્યારે મુંબઇમાં પેટ્રોલની કિંમતોમાં ૧૪ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો સામે આવ્યો છે. ત્યાર બાદ અહિં પેટ્રોલના ભાવ ૮૨.૨૦ રૂપિયા પ્રતિલીટર થઇ ગયા હતા. ડીઝલના ભાવમાં પણ ૧૧ પૈસાનો ઘટાડો આવ્યો છછે. જેથી મુંબઇમાં ડીઝલના ભઆવ ઘટીને ૭૫.૫૩ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.
મંગળવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં ૧૩ પૈસાનો ઘટાડો આવ્યો છે. રાજધાની દિલ્હીમાં પણ પેટ્રોલના ભાવ ૭૭.૪૩ રૂપિયા પ્રતિ લીટર થયા છે. પેટ્રોલની સાથે સાથે ડીઝલના ભાવોમાં પણ મંગળવારે ફરી ઘટાડો આવ્યો છે. જેથી દિલ્હીમાં મંગળવારે ડીઝલના ૧૨ પૈસા પ્રતિ લીચર ઘટીને ૭૨.૧૯ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. જ્યારે મુંબઇમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો આવ્યો હતો. મંગળવારે મુંબઇમાં પેટ્રોલની કિંમતોમાં ૧૩ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો હતો. ઘટાડા બાદ પેટ્રોલની કિંમતોમાં ૮૨.૯૪ રૂપિયા પ્રતિ લીટર કરી થયા છે. જ્યારે ડીઝલના ભાવોમાં ૧૨ પૈસાનો ઘટાડો આવતા ૭૫.૬૪ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




