કાર ચાલકની પોલીસે ધરપકડ કરી
ન્યુ દિલ્હી,તા.૧૫
રાજધાની દિલ્હીના મીરાબાગ વિસ્તારમાં ગતરાત્રિએ અફરાતફરી મચી હતી. જ્યારે એક ફાર્ચ્યૂનર કારે એક પછી એક અનેક વાહનોન તેમજ રાહદારીઓને ટક્કર મારી હતી. આ ઘટનામાં ફાર્ચ્યૂનર સવારે કુલ ૯ લોકોને કચડ્યા હતા, જેમાં એક કિશોરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બુધવારે સાંજે સાડા આઠ વાગ્યાની આસપાસ આ ગમખ્વાર અકસ્માત થયો હતો. ફાર્ચ્યૂનર કારે એક ઓટો રિક્ષા, એક બાઇક સવાર, એક સાઇકલ સવાર અને ચાલતા જતા લોકોને ટક્કર મારી હતી. ત્યારબાદ એક કેબ ડ્રાઇવરે મહામહેનતે ફાર્ચ્યુનર કારને અટકાવી હતી.
આ ઘટનામાં રસ્તા પર ચાલી રહેલી એક ૧૬ વર્ષીય સીમા નામની એક કિશોરીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, સીમા પોતાની બહેન સુમનની સાથે કામ પતાવીને ઘરે જઇ રહી હતી. ઘટનામાં આઠ લોકો ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક નજીકની સહગલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાંથી એકની હાલત ગંભીર જણાઇ રહી છે.
બીજી તરફ ફાર્ચ્યૂનર કાર સવારને પણ ઇજા પહોંચી છે અને તેને પણ આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યો છે. ફાર્ચ્યૂનર કાર સવાર આરોપીની ઓળખ દિલ્હી યુનિવર્સિટીના રિટાયર્ડ પ્રોફેસર ૬૫ વર્ષીય કેકે ભરિયા તરીકે થઇ છે. સાંજના સમયે ભરિયા ફિઝિયોથેરાપી કરાવીને પાછા ઘરે ફરી રહ્યા હતા, તે વખતે રસ્તામાં તેમની કારની બ્રેક ફેલ થઇ ગઇ, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
આ ઘટના વિશે આરોપી પ્રોફેસરે જણાવ્યું કે મારી કારની સ્પીડ ઓછી હતી. ગાડીની બ્રેક ફેઇલ થઇ જવાના કારણે આ અકસ્માત થયો હતો. હાલ પોલીસે આ કેસમાં પ્રાથમિક રિપોર્ટના આધારે તપાસ શરૂ કરી દીધી છે. સાથે પોલીસ એ તપાસ કરી રહી છે કે શું સાચે ફાર્ચ્યૂનર કારની બ્રેક ફેઇલ થઇ હતી કે કારની સ્પીડ વધારે હોવાથી આ ઘટના ઘટી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




