પેટ્રોલ-ડિઝલના ભાવમાં છ દિવસ બાદ બ્રેક: કિંમતોમાં કોઈ ફેરફાર નહિ

0
56

ન્યુ દિલ્હી,તા.૨૭
પેટ્રોલ અને ડીઝલની કીંમતોમાં છેલ્લા છ દિવસથી મળી રહેલી રાહત પર આજે બ્રેક લાગી છે. આજે પેટ્રોલ અને ડીઝલની કીંમતોમાં કોઈ બદલાવ આવ્યો નથી.
દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કીંમત ૭૫.૫૫ રૂપીયા પ્રતિ લીટર પર છે. તો કોલકત્તામાં પેટ્રોલની કીંમત ૭૮.૨૩ રૂપીયા પ્રતિ લીટર, મુંબઈમાં પેટ્રોલની કીંમત ૮૩.૧૨ રૂપીયા પ્રતિ લીટર, ચેન્નઈમાં પેટ્રોલની કીંમત ૭૮.૪૦ રૂપીયા પ્રતિ લીટર છે.
તો પેટ્રોલની જેમ ડીઝલની કીંમતોમાં પણ કોઈ બદલાવ આવ્યો નથી. દિલ્હીમાં આજે ડીઝલની કીંમત ૬૭.૩૮ રૂપીયા પ્રતિ લીટર છે. તો કોલકત્તામાં ડીઝલની કીંમત ૬૯.૯૩ રૂપીયા પ્રતિ લીટર છે. મુંબઈમાં ડીઝલની કીંમત ૭૧.૫૧ રૂપીયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં ડીઝલની કીંમત ૭૧.૧૨ રૂપીયા પ્રતિ લીટર છે. આપને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે પેટ્રોલની કીંમતમાં ૧૪ થી ૧૮ પૈસા જેટલો ઘટાડો થયો હતો તો ડીઝલના ભાવમાં પણ ૧૦-૧૨ પૈસા પ્રતિ લીટર સુધીનો ઘટાડો થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલની કીંમતોમાં વધારો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હકીકતમાં આજે કાચા તેલની કીંમતોમાં વધારો થયો છે અને બ્રેંટ ક્રૂડ ૭૬ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY